દર વર્ષે મોટી સંખ્યામાં માઈ ભક્તો દરવર્ષે માતાનામઢ પદયાત્રા કરીને મા આશાપુરાના દર્શનાર્થે જતા હોય છે. જેને લઈ નવ નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ તથા મા ભારતી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે ભુજ મીરઝાપર માર્ગ પર સમાજ નારી શક્તિ વંદન પદયાત્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
નવ નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ, મા ભારતી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયે નારી શક્તિ વંદન પદયાત્રી કેમ્પનો પ્રારંભ આવતીકાલે 10 ઓક્ટોમ્બરથી સાંજથી થઇ રહ્યો છે. જે કેમ્પ આગામી ચાર દિવસ ચાલનાર છે. જે કેમ્પમાં પદયાત્રીઓને અલગ અલગ પ્રકારના શક્તિવર્ધક ડ્રિન્ક આપવામાં આવશે. તેમજ અલગ અલગ પ્રકારના બાફેલા કઠોળ પીરસવામાં આવનાર છે. ત્યારે કેમ્પ અંગે વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, આ કેમ્પમાં અન્ય જોવાલાયક પ્રદર્શની ગોઠવવામાં આવશે. તેમજ કચ્છમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મુલાકાતની તસવીરો, સાથે સેલ્ફી પોઇન્ટમાં ચન્દ્રયાન સફળતા, અયોધ્યા રામ મંદિર, માતાનામઢનું નિર્માણ પામી રહેલ મંદિરનો સમાવેશ થશે. અહીં લોકો પોતાની સેલ્ફી લઈ શકશે. આ કાર્યમાં ટ્રસ્ટના કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે. અને એક વિશાળ ડોમમાં પદયાત્રીઓ માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે.