Tuesday, November 19, 2024
HomeGujaratવાયબ્રન્ટ મોરબી કાર્યક્રમનો રાજ્યમંત્રી હસ્તે શુભારંભ:સિરામીક ઉદ્યોગકારોને ઉદ્યોગ વિભાગના અધિકારીઓ હેરાન કરતા...

વાયબ્રન્ટ મોરબી કાર્યક્રમનો રાજ્યમંત્રી હસ્તે શુભારંભ:સિરામીક ઉદ્યોગકારોને ઉદ્યોગ વિભાગના અધિકારીઓ હેરાન કરતા હોવાના આક્ષેપ

મોરબી ખાતે આજે અને આવતીકાલે ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે સિરામિક ઉદ્યોગકારો એ પણ પોતાનું દર્દ મીડિયા સમક્ષ ઠાલવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

આજના કાર્યક્રમનો સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી પ્રોટોકોલ(તમામ સ્વત્રંત હવાલો), લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રમોદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ)એ શુભારંભ કરાવ્યો હતો.તેમજ આ કાર્યક્રમમાં વિવિધ કંપની ઓ એ ૧૫૦૦ કરોડથી વધુના MOU કર્યા હતા.તેમજ સિરામિક એસોસિયેશન દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જનાવવામાં આવ્યું હતું કે ૨૦૧૬-૧૭ ના વાઇબ્રન્ટ સમિટ કાર્યક્રમમાં તે સમયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા સિરામિક ઉદ્યોગ ને ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રી ની સ્કીમ આપવામાં આવી હતી.જે અંતર્ગત ઉદ્યોગકારોને ઇન્સેનટીવ મળતું હતું પરંતુ છેલ્લા દસ મહિનાથી અધિકારીઓ દ્વારા ખૂબ જાણી જોઈ ને હેરાન ગતી કરવામાં આવે છે અને ખોટી કવેરી કાઢવામાં આવે છે.જેને કારણે ઉદ્યોગકારો નુ ૧૦૦ થી ૧૫૦ કરોડ જેટલા ઇન્સેન્ટીવ ના નાણાં ફસાયેલા છે.જેમાં આ અધિકારીઓ ઉદ્યોગ કમિશનર ડિપાર્ટમેન્ટ ના છે જોઇન્ટ કમિશનર પણ હોય છે જેથી આ બાબતનું યોગ્ય નિરાકરણ કરવા રાજયસરકાર ને રજુઆત કરી હતી.

હાલ સમગ્ર રાજ્યમાં ‘ગ્લોબલ સમિટ’ અન્વયે ‘વાઇબ્રન્ટ ગુજરાત’ કાર્યક્રમના ભાગરૂપે વિવિધ જિલ્લાઓમાં ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે મોરબી ખાતે યોજાયેલા ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’ કાર્યક્રમ અન્વયે મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં જાન્યુઆરી, ૨૦૨૪ માં આયોજીત થનાર વાઇબ્રન્ટ સમિટ પૂર્વે વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ડીસ્ટ્રીક્ટ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેના ભાગરૂપે મોરબી ખાતે ‘વાઇબ્રન્ટ મોરબી’ કાર્યક્રમ યોજાયો છે. વિશ્વભરના રોકાણકારોને ગુજરાતમાં આકર્ષવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી પદે ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ની વર્ષ ૨૦૦૩ માં શરૂઆત કરાવી હતી.
‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ એટલે, નોલેજ શેરિંગ, સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ અને ગુજરાતનું ગ્રોથ એન્જીન.

મોરબીની વાત કરતા મંત્રી જગદીશ વિશ્વકર્મા એ જણાવ્યું હતું કે, મોરબીના સિરામિકનું ગ્લોબલ સિરામિક માર્કેટ ૨૩૯.૫ બિલિયન ડોલર છે. મોરબી જિલ્લાનું સિરામિક ક્લસ્ટર વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું સિરામિક પ્રોડક્ટ ઉત્પાદન કરતું ક્લસ્ટર છે જેનું વાર્ષિક ટર્નઓવર ૬૦,૦૦૦ કરોડનું છે. મોરબી જિલ્લામાં અંદાજિત ૧૦૦૦ જેટલા સિરામિક એકમો આવેલા છે. માત્ર મોરબી જિલ્લો ૮ થી ૧૦ લાખ લોકોને રોજગારીઓ પૂરી પાડે છે. મોરબીનું નામ સાંભળતા જ આપણને ઘડિયાળની યાદ આવી જાય. મોરબી જિલ્લાની વોલ કલોક / ગીફ્ટ આર્ટીકલ ઇન્ડસ્ટ્રીઝ ભારતના વોલ ક્લોક ઉત્પાદનનો ૭૫ ટકા હિસ્સો ધરાવે છે. મોરબીની સિરામિક ઉદ્યોગ ચીનને હંફાવવાની તાકાત ધરાવે છે. મોરબી વિશે એવું કહી શકાય છે મોરબી કેન એનીથીંગ એન્ડ મોરબી વીલ.

તેમજ ગુજરાત વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, દેશના GDP માં ગુજરાતનો હિસ્સો અંદાજે ૮.૪ ટકા છે. ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૮ ટકા હિસ્સો ગુજરાતનો છે તો ભારતના કુલ એક્સપોર્ટમાં ૩૩% ગુજરાતની ભાગીદારી છે. ગુજરાતમાં 13 લાખ થી વધુ MSME રજીસ્ટર્ડ છે .
મોટા રાજ્યોની તુલનામાં સૌથી ઓછો ૨.૨ % બેરોજગારી દર છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત છે.વડાપ્રધાનએ ગુજરાત અને ગુજરાતીઓની ક્ષમતામાં અતૂટ વિશ્વાસ મૂકીને “ગુજરાત કેન એન્ડ ગુજરાતીઝ વિલ.”નો મંત્ર આપ્યો હતો.

આ વાયબ્રન્ટ મોરબી કાર્યક્રમના ભાગરૂપે ૯૦ થી વધુ થનારા એમ.ઓ.યુ. થકી મંત્રીની ઉપસ્થિતમાં અંદાજિત ૧૮૦૦ કરોડના ૫ જેટલા એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે મંત્ત્રી જગદીશ વિશ્વકર્મા સાથે સાંસદ મોહનભાઈ કુંડારિયા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, મોરબી – માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા , જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી,જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી સહિતના જિલ્લાના પદાધિકારી/ અધિકારીઓ તેમજ ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!