આમ તો બાળમજૂરી ને લઈને કડક કાયદાઓ બનાવવામાં આવ્યા છે પરંતુ આ કાયદાનું સરેઆમ ઉલંઘન થતું હોય છે અનેક જગ્યાએ બાળમજૂરી થતી હોવાનુ સામે આવતું હોય છે ત્યારે હળવદમાં મીઠાના કારખાનામાં બાળ મજૂરી કરાવતા એક કારખાનેદાર વિરૂદ્ધ મોરબી શ્રમ અધિકારી હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ભારતમાં ૧૪ વર્ષથી નીચેની ઉંમરના કિશોરોને નોકરીએ રાખવા અથવા તેમની પાસે મજૂરી કરાવવી એને બાળમજૂરી કહેવાય છે, જે ભારતમાં ગેરકાયદેસર છે. જે અંગેની જાણ હોવા છતાં હળવદ જીઆઇડીસી માં બાલાજી કેમ ફૂડ નામના કારખાનાના માલિક દ્વારા ૧૩ વર્ષીય બાળકને પોતાના મીઠા પ્રોસેસિંગ યુનીટમાં મજૂરી કરવા રાખતા બનાવ અંગેની જાણ થતા મોરબીના શ્રમ અધિકારી દ્વારા હળવદ પોલીસ મથકે કારખાનેદાર પ્રનિત લલીત અગ્રવાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં હળવદ પોલીસે બાળ અને તરુણ કામદાર (પ્રતિબંધ અને નિયમન)૧૯૮૬(સને ૨૦૧૬માં સુધાર્યા અનુસાર એક્ટની કલમ ૩ અને ૧૪ મુજબ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.