રાજ્ય માં અવાર નવાર અકસ્માતો ની ઘટના બનતી રહે છે ત્યારે સરકાર અને પોલીસ પણ ટ્રાફિક નિયમોનું કડક પણે પાલન થાય એ માટે મથામણ કરતી રહે છે પરંતુ કૂતરા ની પુછડી વાકી જ રહે તેમ લોકો ટ્રાફિક નિયમોનો ભંગ કરતા અચકાતા નથી અંતે અક્સ્માત નો ભોગ બને છે અથવા બીજાને બનાવે છે. અમદાવાદ માં તથ્ય પટેલ વાળી ઘટના બાદ સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે ત્યારે મોરબીમાં લોકોએ ચેતવણી રૂપ વીડિયો સામે આવતા ચકચાર મચી ગઈ છે.
મોરબીમાં ગત રાત્રીના મોરબી રાજકોટ હાઇવે પર વીરપર થી શનાળા ગામ નજીક આવેલ અજંતા કંપની નજીક એક કપલ ચાલુ બાઇક રોમાન્સ કરતા નજરે પડ્યું હતું જેમાં મોરબી તરફ આવતા બાઇક પર યુવક અને યુવતી આવી રહ્યા હતા ત્યારે યુવતી જાણે પોતે સિનેમા માં બેઠી હોય તે રીતે આગળ ટાંકી પર બેસી અને યુવક સાથે પ્રેમ લીલા રચાવી ડાન્સ કરી રહી હોય તેવો વીડિયો સામે આવ્યો હતો જો કે આધારભૂત સૂત્રો મુજબ આ વીડિયો ગત રાત્રિ નો મોરબી રાજકોટ હાઇવે પર આવેલ અજંતા કંપની નજીક નો છે જેમાં રાત્રીના 11.45 આસપાસ આ યુવક યુવતી મોરબી તરફ આવી રહ્યા હતા ત્યારે બાઇક નંબર GJ 36 AH 1428 નંબર પર એક યુવક અને યુવતી પોતાના ઘરમાં પ્રેમ લીલા રચવવા નો ટાઇમ ઓછો મળતો હોય તેમ ખુલ્લે આમ પ્રણય લીલા માં મશગુલ બની ગયા હતા અને ખુલ્લે આમ રોમાન્સ સાથે ડાન્સ કરતા નજરે પડ્યા હતા જેમાં મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને ટ્રાફિક નિયમો માટે જાગૃત કરવામાં આવે છે ત્યારે આવી ધટના યુવા વર્ગ માટે શર્મસાર કરનારી છે તેમ કહેવામાં કોઈ શંકા ને સ્થાન નથી.
ઉલ્લેખનિય છે કે મોરબી રાજકોટ હાઇવે પર અનેક અકસ્માતો સર્જાય છે અને અનેક લોકો મોતને ભેટ્યા છે ત્યારે યુવતી અને યુવક દ્વારા આવો ચાલુ બાઇક પર રોમાન્સ કેટલી હદે યોગ્ય છે એ ગંભીર ચર્ચાનો વિષય છે.હાલ આ યુવકે નથી હેલ્મેટ પહેર્યું કે નથી યુવતીએ કોઈ સેફ્ટી ના સાધનો લગાડ્યા ઉલ્ટા નું નિયમનો ભંગ કરી ડાન્સ કરી રહ્યા છે ત્યારે અક્સ્માત થાય તો હમેશા મોટા વાહન ના ચાલકને જ આરોપી માનવામાં આવે છે પરંતુ આવા વાહન ચાલકો ટ્રાફિક નિયમોનો ભંગ કરી સરે આમ સંસ્કારોનો ઊલલિયો કરે એ કેટલી હદે યોગ્ય છે .હાલ આ વીડિયો એ મોરબીમાં ભારે ચકચાર મચાવી છે ત્યારે શું આ બાઇક ચાલક યુવક યુવતી સામે કડક દાખલા રૂપ કાર્યવાહી થશે કે કેમ એ મોટો પ્રશ્ન છે.