આગામી તા. ૧૫ ઓક્ટોબરથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમાજના ભાઈ-બહેનો પારિવારિક માહોલમાં ગરબે રમીને આદ્યશક્તિની આરાધના કરી શકે તે માટે શ્રી ગાયત્રી પરિવા૨ ટ્રસ્ટ, મો૨બી દ્વારા આગામી તા.૧૫ ઓક્ટોબર થી ૨૪ ઓક્ટોબર સુધી નવરાત્રી મહોત્સવ-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી ગાયત્રી પરિવા૨ ટ્રસ્ટ, મો૨બીના જણાવ્યા અનુસાર, ‘માં ગાયત્રી’ ની પ્રેરણા અને આશીર્વાદથી, દ૨ વર્ષની પરંપરા મુજબ, શ્રી ગાયત્રી પરિવાર ટ્રસ્ટ–મોરબી દ્વારા શ્રી ગાયત્રી ગ૨બી મંડળ આયોજીત નવરાત્રી મહોત્સવ-૨૦૨૩ ભવ્ય તથા દિવ્ય રીતે આયોજન શ્રી ગાયત્રી પ્રે૨ણા મંદિ૨, ૧૪-વાઘપરા, મો૨બી ખાતે કરવામાં આવ્યું છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, શ્રી ગાયત્રી પરિવા૨ ટ્રસ્ટ, મો૨બી દ્વારા ૨૧-૨૨ વર્ષોથી આ આયોજન કરવામાં આવી રહ્યું છે. તેવી જ રીતે આ નવરાત્રી મહોત્સવના પ્રારંભ તથા નવરાત્રી દરમ્યાન બાળાઓ દ્વારા દરરોજ લેવાતા માં ના ગરબા, ‘અવનવા રાસ’ તથા ‘માં ની આરતી’ કરવાના કાર્યક્રમમાં ભક્તોને પધારવા આયોજકો દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.