રાજેન્દ્ર સિંહ ઉર્ફે રાજભા ઝાલા દારૂ બિયર ના જથ્થા સાથે નવલખી નજીક આવેલા ફોરેસ્ટના મકાનમાં ફાર્મ હાઉસ બનાવી અને લોકોને બોલાવી જુગાર રમાંડતો આર આર સેલે પકડી પાડ્યો હતો : બે ગેરકાયદેસર હથિયાર પણ કર્યા હતા જપ્ત રિમાન્ડ પૂર્ણ થતાં એ ડીવીઝન પોલીસમથકના દારૂના ગુનામાં ધરપકડ કરાઈ
મોરબી માં થોડા દિવસો પૂર્વે માળિયા મી.નજીક પોલીસકર્મી રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા બાલુભા ઝાલા જે હાલ હળવદ પોલીસમથકમાં ફરજ બજાવતો હતો તેના ફોરેસ્ટના મકાનમાં ફાર્મ હાઉસ બનાવી નાલ ઉઘરાવી દારૂ બિયર પુરા પાડી જુગારધામ ચલાવતા હોવાની બાતમીના આધારે આર આર સેલની ટીમે દરોડો પાડતા ત્યાંથી રોકડ રકમ અને રાજભા સહિત છ ઈસમો ની ધરપકડ કરાઈ હતી
એટલું જ નહીં આ દરોડામાં મકાનમાં તપાસ કરતાં દારૂ બિયરનો જથ્થો અને બે ગેરકાયદેસર હથિયાર મળી આવતા ચકચાર મચી જવા પામી હતી આ બાદ મોરબી એલસીબી એ તેની વાડીમાં રેડ કરતા ત્યાંથી પણ દારૂનો જથ્થો મળી આવ્યો હતો જે ગુનામાં આજે મોરબી બી ડીવીઝન પી આઈએ તપાસ હાથ ધરી હોય પીઆઈ એમ કોંઢિયા એ આરોપી રાજેન્દ્ર સિંહ ના હથિયાર અને દારૂના ગુનામાં એસઓજી એ માંગેલા રિમાન્ડ પૂર્ણ થતાં આજે તેની દારૂના ગુનામાં ધરપકડ કરી હતી જો કે આ ગુનામાં સ્થળ પરથી એક વ્યક્તિની ધરપકડ કરી છે ત્યારે પોલીસકર્મી રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભાની આજે બી ડીવીઝન પીઆઈ આઈ એમ કોંઢિયાની ટિમ દ્વારા ધરપકડ કરી તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસકર્મી દ્વારા જ આવા ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા પોલીસબેડામાં પણ ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે આરોપી પોલીસકર્મી રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા બાલુભા ઝાલા વિરુદ્ધ આગામી સમયમાં ખાતાકીય પણ કડક કાર્યવાહી થાય તેવા સંકેતો પોલીસસુત્રો માંથી મળી રહ્યા છે જેથી આગામી સમયમાં કોઇ પોલીસકર્મીઓ આવી પ્રવૃત્તિઓ કરતાં વિચારે અને પગલું ભરે સાથે જ આરોપી કોના નેજા હેઠળ આ બધી ચલાવતો હતો ? આરોપી ક્યાં ઉચ્ચ અધિકારીઓ ના નામ હેઠળ આ ગેરકાયદેસર પ્રવૃતિઓ ચલાવતો હતો આવા અનેક પ્રશ્નો પણ બહાર આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે જો કે આવા ઉચ્ચ અધિકારીના નામ સાથે રાજભા ઝાલા તેનું નામ જોડતો હોવાની ચર્ચા પણ જોરશોરથી ચાલી હતી ત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આવા અધિકારીઓને પણ જાણ કરાઈ હોવાની માહિતી અંગત સુત્રોમાંથી જાણવા મળી છે હાલ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી બી ડીવીઝન પીઆઈ આઈ એમ કોંઢિયા એ હાથ ધરી છે.