મોરબી દ્વારા જાહેર જનતા જોગ એક સંદેશ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં જાહેર જનતાને “ઇઝરાયેલ-હમાસ” યુધ્ધ, “ભારત-પાકીસ્તાન” ક્રિકેટ મેચ સહિતના મુદ્દે ઘણા સૂચનો આપી નિયમોનું પાલન કરવા સહિતનાં મુદ્દે અપીલ કરવામાં આવી છે.
મોરબી પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હાલમાં “ઇઝરાયેલ-હમાસ” યુધ્ધ લગત કોઇએ ઉશ્કેરણીજનક મેસેજ કરવા નહિ કે કોઇએ પુર્વ મંજુરી વગર કોઇને સમર્થન કરેતીરેલીઓ કાઢવી નહિ. તેમજ આગામી “ભારત-પાકીસ્તાન” ક્રિકેટ મેચ અનુસંધાને કોઇપણ ઉશ્કેરણીજનક કે કોઇ સમાજની ધાર્મીક લાગણી દુભાય એવા કોઇ પણ જાતની અફવા કે ખોટા મેસેજ સોશિયલ મીડીયામાં મોકલવા કે ફોરવર્ડ કરવા નહિ. અને મેચના પરીણામની ઉજવણી સમયે અન્યને નડતરરૂપ ન થાય તે રીતે તેમજ કોઇ પણ ધર્મ કે સમાજની લાગણી ન દુભાય તે રીતે ઉજવણી કરવાની રહેશે. કોઇપણ ઉશ્કેરણીજનક કે કોઇ સમાજની ધાર્મીક લાગણી દુભાય એવા કોઇ પણ જાતની અફવા કે ખોટા મેસેજ સોશિયલ મીડીયામાં મોકલવા કે ફોરવર્ડ કરવા નહિ. તેમજ સાયબરક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતે વ્હોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર જેવા સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર અલગ અલગ ટીમ બનાવી આવી પ્રવૃતિ કરતા ઇસમો પર સતત બાજ નજર રાખવામાં આવી રહી છે. અને કોઇ વ્યક્તિ આવી ગેરકાયદેસર પ્રવૃતિઓને પ્રોત્સાહિત કરશે તો તેઓની વિરૂધ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જેની તમામે નોંધ લેવી.