‘સ્વછતા એજ સેવા’ અંતર્ગત મોરબી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મીશન-ગ્રામીણ યોજનાના તાલુકા કક્ષાના કર્મચારીઓની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
માહિતી બ્યુરો, મોરબીનાં જણાવ્યા અનુસાર, સમગ્ર રાજ્યની સાથે જ્યારે આગામી બે માસ દરમિયાન મોરબી જિલ્લામાં પણ ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાનની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે તારીખ ૧૫/૧૦/૨૦૨૩ ના રોજ ગ્રામ્ય કક્ષાના તમામ બસ સ્ટેન્ડ/ રેલવે સ્ટેશનોની સાફ સફાઈ થાય અને આ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે લોકોને પ્રેરણા આપવાની વગેરે કામગીરી કરવામાં આવનાર છે. ત્યારે ૧૫ ઓકટોબરથી આગામી બે માસ દરમિયાન ગ્રામ્ય શહેરી અને કક્ષાએ લોકો આ અભિયાનથી વાકેફ થઈ સ્વચ્છતા બાબતે જાગૃત બને અને આ અભિયાનમાં વધુમાં વધુ જન ભાગીદારી નોંધાય તે તરફના પ્રયાસો કરવા માટે જિલ્લા કક્ષાના ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેટરશ્રી ભાવેશભાઈ વાઢેર, એચ.આર.ડી. નરસંગભાઈ છૈયા, ચેતનસિંહ પરમાર, યશભાઈ કાલરીયા, જુનેદભાઈ કડીવાર તેમજ ચાર્વીબેન ભીમાણી દ્વારા તાલુકા કક્ષાના કર્મચારીઓને પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.