મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મોરબી નગરપાલીકાના ચીફ ઓફિસરને પત્ર લખી મોરબીની મચ્છુ નદી નજીક આવેલ વેજીટેબલ પાસે હક્કુની પાઝ ફરી બાંધવામાં આવે તેમજ મચ્છુ નદી નજીક આવેલ ત્રણ નાલા રીપેર કરવા તેમજ નાની પાઝમાંથી કચરો કાઢી લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મોરબી નગરપાલીકાના ચીફ ઓફિસરને લખાયેલ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, હાલ મચ્છુ નદીની સફાઇ ચાલુ છે. તે બદલ ધન્યવાદ મોરબી નગરપાલીકાને અગાઉ અમારી સંસ્થાએ રજુઆત કરી છે કે, મચ્છુ નદીમાં રીવર ફ્રન્ટ બનાવવાની મોરબી નગર પાલીકાની યોજના છે. હાલે સફાઇ ઝુંબેશ ધણી સરસ ચાલી રહી છે. સાથે સાથે નગરપાલીકા ફકત બેત્રણ લાખનું ખર્ચ કરે તો મોરબી સ્ટેટના વખતમાં મચ્છુનદીના જે નાલા છે. ત્યાં પારીયા મારવામાં આવતા હાલે ત્રણ નાલાને તોડી નાખેલ છે. હવેએ ત્રણે નાલા રીપેર થઇ જાય તો પાણી ભર્યુ રહે અને પ્રજાને ઉપયોગી થાય સાથે સાથે નાની પાઝ છે. તેમાંથી કચરો કાઢી લેવામાં આવે તો ત્યાં અગાઉ બહેનો કપડાં ધોવા આવતા તે પણ પાઝ પાણીથી ભરાઇ રહે અને વેજીટેબલ પાસે હક્કુની પાઝ આવેલ છે. જે મોરબી સ્ટેટની છે. તે બાંધી લેવામાં આવેતો નદીનુ પાણી બારે માસ ભરાઇ રહે અને રીવર ફ્રન્ટ બનેલો વધારે સારૂ લાગે સરકારમાં આ બાબત રજુઆત કરેલ અને તેનો સર્વે પણ થયેલ પરંતુ હજુ થયેલ નથી નજીવા ખર્ચથી મોરબીની નદી ભરેલ રહેશે. તો આ બાબત તથા રાજય સરકાર ઘ્યાન આપે તો મચ્છુનદીની શોભામાં અભિવૃધ્ધી થશે તો આ બાબત યોગ્ય કરશો તેવી અપેક્ષા. તેમ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મોરબી નગરપાલીકાના ચીફ ઓફિસરને લખાયેલ પત્રમાં જણાવવામાં આવ્યું હતું.