ગુજરાત કાઉન્સિલ ઓન સાઇન્સ ઍન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા સંચાલિત “આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર, મોરબી દ્વારા ૩૧મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ ૨૦૨૩ નું આયોજન સર્વોદય એજ્યુકેસન સોસાયટી ટ્રસ્ટ સંચાલિત શ્રી મહારાજા મહેન્દ્રસિંહજી સાયન્સ કોલેજ મોરબી ખાતે રાખવામાં આવ્યું હતું. જેમાં પસંદ થયેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા.
ગુજરાત કાઉન્સિલ ઓન સાઇન્સ ઍન્ડ ટેકનોલોજી ગાંધીનગરના જણાવ્યા અનુસાર, આ પરિષદમાં તાલુકા કક્ષાએથી પસંદ પામેલા ૨૬૦ જેટલા ઉચ્ચ સ્તરના પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવેલ હતા. અને તેમાંથી જીલ્લા કક્ષાએ ૧૦ પ્રોજેક્ટ્સ રાજ્ય સ્તર માટે પસંદ પામ્યા છે. જે હવે પછી રાજ્ય કક્ષાએ સ્પર્ધામાં ભાગ લઈને મોરબી જીલ્લા તેમજ તેમના શાળા સંસ્થાનું નામ ઉજવળ કરશે. આ તમામ કાર્યક્રમમાં સહભાગી સંસ્થાના ટ્રસ્ટી રજનીભાઈ તથા દેવાંગભાઈ તથા ગાંધીનગરથી પધારેલા દીપકભાઈ તથા અનિલભાઈ તેમજ ઓબઝર્વર અને માન. આચાર્ય ડૉ એચ સી માંડવીયા, ડૉ દંગી અને ”આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્રના કો ઓર્ડીનેટર દિપેનભાઈ ભટ્ટ દ્વારા ભાગ લીધેલ તથા પસંદગી પામેલા વિદ્યાર્થીઓને અભિનદન પાઠવવામાં આવ્યા હતા. જેની માહિતી ”આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્રના સંચાલક એલ એમ ભટ્ટ દ્વારા આપવામાં આવી હતી.