Wednesday, November 20, 2024
HomeGujaratલાલપર ગામે આરોગ્ય કેન્દ્ર પાછળથી મળેલ મૃતદેહનો મામલો : પોલીસે ગણતરીની કલાકોમાં...

લાલપર ગામે આરોગ્ય કેન્દ્ર પાછળથી મળેલ મૃતદેહનો મામલો : પોલીસે ગણતરીની કલાકોમાં ગુન્હાનો ભેદ ઉકેલી કાઢ્યો

ગત તા.૧૨/૧૦/૨૦૨૩ ના રાતના આશરે ૦૮/૩૦ વાગ્યાની આસપાસ લાલપર ગામે આવેલ આરોગ્ય કેન્દ્ર પાછળ બાવળની કાંટમાંથી એક અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો જેની જાણ થતા મોરબી તાલુકા પોલીસ તથા એલ.સી.બી. મોરબીની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકની ઓળખ મેળવવા કામગીરી હાથ ધરી હતી. તે દરમ્યાન મૃતદેહ બાબુભાઇ ઉર્ફે બાલુભાઇ નાનાભાઇ ખાટ (રહે. મુળ મસાદરા (તા. માલપુર જી. અરવલ્લી હાલ રહે. લાલપર, બસ સ્ટેન્ડતા.જી. મોરબી)નો હોજની માહિતી મળી હતી. જે માહિતીના આધારે પોલીસે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં હત્યાના ગુનાના આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી. પોલીસે લાલપર ગામે આરોગ્ય કેન્દ્ર પાછળથી મળેલ મૃતદેહની ઓહ મેળવી મૃતકને કોઇ અજાણયા આરોપી દ્વારા માથા તથા મોઢાના ભાગે પત્થરના ઘા મારી મારી નાખેલ હોય જે મરણજનાર એકલો જ મોરબીમાં રહેતો હોય અને છુટક મજુરી તથા કાગળ, પ્લાસ્ટીક વીણવાનું કામ કરતો હોય જેના વતન ખાતે તપાસ કરાવતા તેના કુટુંબી ભાઇ કનુભાઇ સુરમાભાઇ ખાટ (રહે. મુળ મસાદરા તા. માલપુર જી. અરવલ્લી)એ ફરીયાદ રજીસ્ટર કરાવેલ કે, બાબુભાઇ ઉર્ફે બાલુભાઇ નાનાભાઇ ખાટ (રહે. મુળ મસાદરા તા. માલપુર જી. અરવલ્લી હાલ રહે લાલપર તા.જી. મોરબી) રખડતું ભટકતું જીવન ગુજારતો હોય જેને કોઇ અગમ્ય કારણોસર કોઇ અજાણ્યા ઇસમે માથાના મોઢાના ભાગે બોથળ પદાર્થના ઘા મારી મોત નિજાવેલ. આ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ આરોપીને શોધી કાઢવા એલ.સી.બી.ની અલગ અલગ ટીમો બનાવી આરોપીને તાત્કાલિક શોધી કાઢવા સારૂ પ્રયત્નો હાથ ધરેલ હતી. તેમજ મૃતકનો મૃતદેહ તા.૧૨/૧૦/૨૦૨૩ ના રોજ રાતના ૨૦:૩૦ પહેલા મળેલ હોય જેથી બનાવ સ્થળની વિઝીટ કરી હયુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સ મારફથે આરોપી બાબતે તપસ કરતા હતા. તે દરમ્યાન મોરબી એલ.સી.બી. સ્ટાફના માણસોને ચોકકસ બાતમીરાહે હકિકત મળેલ કે, મરણ જનાર તથા તેની સાથે રહેતો અને તેનો મિત્ર દિનેશ ખુમાન માવી (રહે. હાલ રહે. લાલપર, રણુજા નળીયાના કારખાનાની મજુરીની ઓડી, તા.જી. મોરબી મુળ રહે, મધ્યપ્રદેશ) તથા અર્જુન જવરચંદ ગામર (રહે. હાલ લાલપર, બસ સ્ટેન્ડમાં તા.જી. મોરબી મુળ રહે. ખુંટપલા તા. સરદારપુર જી. ધાર મધ્યપ્રદેશ)ને આ બનાવ બનેલ તે પહેલા આ ત્રણેયને એકી સાથે લાલપર સ્મશાન તરફ જતા જોયેલ હોવાની હકિકત મળેલ જે મળેલ હકિકત આધારે બન્ને ઇસમો અંગે તાત્કાલીક તપાસ કરતા બન્નેને હસ્તગત કરવામાં સફળતા મળતા જે બન્નેને મોરબી એલ.સી.બી. કચેરી ખાતે લાવી બન્નેને વિશ્વાસમાં લઇ યુકિત પ્રયુકિત, આગવીઢબથી પુછપરછ કરતા બન્ને ઇસમોએ ઉપરોકત ગુનો કર્યા અંગેની કબુલાત આપતા બન્નેને હસ્તગત કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વણશોધાયેલ ખુનના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં એલ.સી.બી. મોરબીને સફળતા મળેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!