ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજકોટ આયોજિત મોરબી જિલ્લા કક્ષાનો 9 મો એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ નવયુગ શૈક્ષણિક સંકુલ – વીરપર ખાતે યોજાયો હતો. જેમાં મોરબી જિલ્લાની વિવિધ પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ૧૯ જેટલા ઈનોવેટિવ શિક્ષકોએ ભાગ લીધો હતો. આ ઇનોવેશન ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારોહમાં મોરબી જિલ્લા શિક્ષણાધિકારી નિલેશભાઈ રાણીપા, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રવિણભાઈ અંબારિયા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય ડો. સંજય મહેતા, નવયુગ શૈક્ષણિક સંકુલના પ્રમુખ પી. ડી. કાંજિયા, મોરબી જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઈ ગરચર, મોરબી માધ્યમિક વિભાગના ઈ. આઈ. ફાલ્ગુનીબેન, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને શૈક્ષીક સંઘના પ્રમુખ, ડાયટ રાજકોટના લેક્ચરર, તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ તેમજ બી.આર.સી. કો. ઓર્ડીનેટર ઉપસ્થિત રહ્યા હતા.
ઈનોવેશન ફેસ્ટિવલના ત્રણ દિવસ દરમ્યાન ઈનોવેટિવ શિક્ષકો દ્વારા રજુ કરેલ શિક્ષણની જુદી જુદી સમસ્યાઓના ઉકેલ માટે અને શિક્ષણને રસપ્રદ બનાવવા માટે ઉપયોગી ઈનોવેશનોને નિહાળવા મોરબી જિલ્લામાંથી 400 જેટલા શિક્ષકોએ મુલાકાત લીધી હતી. ઈનોવેશન ફેસ્ટિવલમાં ભાગ લેનાર તમામ ઈનોવેટિવ શિક્ષકો, નવયુગ શૈક્ષણિક સંકુલ અને કમિટીના સભ્યોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર ઈનોવેશન ફેસ્ટિવલને સફળ બનાવવા ડાયટ રાજકોટના પ્રાચાર્ય ડો. સંજય મહેતા, મોરબી જિલ્લા ઇનોવેશન ફેસ્ટિવલના ડી.આઈ.સી. ડો. ગંગાબેન વાઘેલા તેમજ રાજકોટ ડાયટ પરિવાર, મોરબી જિલ્લા ઇનોવેશન કે.આર.પી. જીતેન્દ્ર પાંચોટીયા, આર.પી. અનિલ બદ્રકિયા, કમિટીના સભ્યો અને નવયુગ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.