મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ ડી.વાય.એસ.પી. પી.એ. ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે અપહરણ તથા પોકસોનાં આરોપી પાસેથી ચોરી થયેલ મોટર સાયકલ પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમા ગત તા.૯/૧૦/૨૦૨૩ ના રોજ અપહરણની ભોગબનનાર છોકરીને ભગાડી જનાર આરોપી સાહીલ ઇલીયાસભાઇ કટીયા (રહે.મોરબી વીશીપરા ચાર ગોડાઉન) પોકસો એકટ હેઠળ ગુન્હો રજી થયેલ હોય જેની તપાસ દરમ્યાન સાહીલ કટીયા તથા ભોગબનનાર મળી આવતા સદરહુ તપાસ દરમ્યાન આરોપીને સાથે રાખી બનાવવાળી જગ્યાએ તપાસ કરતા મોટરસાયકલ મુકીને આરોપી તથા ભોગબનનાર જ્યારે નાસેલ ત્યાથી સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ મળી આવતા જેને પોકેટકોપ દ્વારા સર્ચ કરતા અન્યની માલીકીનુ હોય જેથી આરોપીને યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા તેને આ મોટર સાયકલનુ ત્રણેક મહીના પહેલા આયુષ હોસ્પીટલ પાસેથી ચોરી કરેલાની કબુલાત આપતા મોટર સાયકલ કબ્જે કરી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો ચોરીનો ગુન્હો ડીટેકટ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.