વાંકાનેર શહેર વિસ્તારમા કાયદો અને વ્યસ્થા જાળવવા માટે વાંકાનેર પોલીસ દ્વારા સુલેહ શાંતિ અર્થે વાંકાનેર શહેર વિસ્તારમા ૧૫ દિવસ માટે ટ્રાફીક નિયમનની કામગીરી હાથ ધરી હતી.
વાંકાનેર સીટી પોલીસનાં જણાવ્યા અનુસાર, વાંકાનેર શહેર વિસ્તારમા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તેમજ જાહેર સુલેહ શાંતિ જળવાઇ રહે તેમજ ટ્રાફીક નિયમન સુચારુ બનેતે માટે મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન અન્વયે તેમજ ડી.વાય.એસ.પી. પી.એ. ઝાલાની સુચના અન્વયે તા.૦૧/૧૦/૨૦૨૩ થી તા.૧૫/૧૦/૨૦૨૩ સુધી ૧૫ દિવસ દરમીયાન વાંકાનેર શહેર વિસ્તારમા ટ્રાફીક નિયમન કરાવવા વાંકાનેર શહેર વિસ્તારમા અલગ અલગ પોઇન્ટ ઉપર ટ્રાફીક ડ્રાઇવનુ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ વાંકાનેર શહેર વિસ્તારમા ટ્રાફીક નિયમ ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવા અલગ અલગ ટીમો બનાવી છે. જેમા વાંકાનેર શહેર પોલીસ ઈન્સપેકટર પી.ડી.સોલંકી તથા પોલીસ સબ ઇન્સપેક્ટર કે.કે.ચાનીયા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.વી. કાનાણી દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થીતી વધુ સુદૃઢ બનાવવા સમગ્ર ડ્રાઇવ દરમ્યાન જી.પી.એકટ ક.૧૩૫ મુજબના ૦૭ ગુન્હા દાખલ કર્યા હતા. તેમજ MVA NCનાં ૧૭૩ કેસ દાખલ કરાયા છે. જયારે સમાધાન શુલ્કનો રૂ.૭૫,૪૦૦/-નો દંડ તથા MV ACT ૨૦૭-૧૩, RTOનો રૂ.૫૬,૪૦૦/નો દંડ વસુલ કરાયો છે. તેમજ MV ACT-૧૮૫ અંતર્ગત ૦૧ કેસ, IPC-૨૮૩ અંતર્ગત ૧૬ કેસ તથા IFPC ૨૭૯ અંતર્ગત ૦૭ કેસ દાખલ કરવામાં આવ્યા છે.