Sunday, February 2, 2025
HomeGujaratમોરબી નગરપાલિકાના રોજમદાર સફાઈ કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા

મોરબી નગરપાલિકાના રોજમદાર સફાઈ કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા

મોરબી નગરપાલિકાના રોજમદાર સફાઈ કર્મચારીઓ આજથી હડતાળ પર ઉતર્યા છે તેમજ અખિલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસ દ્વારા પણ આ સફાઈ કર્મચારીઓના સમર્થનમાં આવી મોરબી નગર પાલિકાના ચીફ ઓફીસરને પત્ર લખી નગર પાલિકાના સફાઈ કામદારોના પ્રાણ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. તે બાબતે ધ્યાન દોરી નિરાકરણ કરવા રજૂઆત કરાઈ હતી.આજે હડતાળ ને પગલે મોરબી માળિયાના ધારાસભ્ય તેમજ મોરબી પાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસરે રૂબરૂમાં આવી ને આ અંગે યોગ્ય કરવાનું આશ્વાસન આપ્યું હતું પરંતુ સફાઈ કર્મચારી ઓ પોતાની માંગ પર અડગ રહીને હડતાળ યથાવત રાખી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં નગરપાલિકામાં રોજમદાર તરીકે કામ કરતા આશરે ૩૦૦ થી વધુ સફાઈ કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઇને હડતાળ પર ઉતર્યા છે .જેને લઇને અખિલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસ દ્વારા મોરબી નગર પાલિકાના ચીફ ઓફીસર ને પત્ર લખી જણાવ્યું હતુ કે સફાઈ કામદારો નિષ્ઠા પૂર્વક સફાઈની કામગીરી બજાવી રહ્યા છે. ત્યારે તેમના પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં નહિ આવે ત્તો મોરબી શહેરની સફાઈની કામગીરી બંધ કરવામાં આવશે તે પ્રકારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તે ઉપરાંત યુનિયન દ્વારા અગાઉ રજૂઆત કરાઈ હતી જેનો પ્રતિઉતર નહિ મળતાં આપના વહીવટદાર શાસન દ્વારા જાણી જોઈને શોષણ કરવામાં આવે છે તેમજ કર્મચારીઓને હક્ક અને અધિકારથી વંચિત રાખવામાં આવે છે. તેમ પણ જણાવ્યું હતું. તેમજ યુનિયને માંગ કરી છે કે આવશ્યક સફાઈની સેવા બંધ ન થાય તે માટે મોરબી નગરપાલિકાના રોજમદાર સફાઈ કામદારને કાયમી કરવા, મોરબી નગરપાલિકાના રોજમદાર સફાઈ કામદારોને ગુજરાત સરકાર શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ના નોટિફિકેશન મુજબ લઘુતમ વેતન અધિનિયમ 1948 હેઠળ ખાસ ભથ્થું તરત ચૂકવવું, નગર પાલિકા દ્વારા ચાલુ ફરજે કોઈ કારણ વગર સફાઈ કામગીરીને છૂટા કરવામાં આવ્યા હોય તેને તાત્કાલિક પરત લેવા તેમજ સફાઈ કામદારોને લઘુતમ વેતન અધિનિયમ હેઠળ શ્રમ યોગી કર્મચારીઓને પગાર સ્લીપ, હાજરી કાર્ડ, ઓળખ કાર્ડ ફરજિયાત અને તાત્કાલીક આપવા માંગ કરવામાં આવી છે.તેમજ માંગ નહિ સંતોષાય તો શહેરની સફાઈની કામગીરી બંધ કરવામાં આવશે તેવી ચીમકી યુનિયન દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!