Sunday, February 2, 2025
HomeGujaratયંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત સંકલ્પ નવરાત્રિમાં પ્રથમ નોરતે ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી...

યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત સંકલ્પ નવરાત્રિમાં પ્રથમ નોરતે ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી ઉઠ્યા

ખેલૈયાઓને લિટલ પ્રિન્સ, લિટ્સ પ્રિસેન્સ, યંગ પ્રિન્સ યંગ પ્રિસેન્સના ખિતાબો સાથે પુરુસ્કાર અપાયા

- Advertisement -
- Advertisement -

મોરબી : મોરબીમાં સમાજ ઉપયોગી થવા માટે સતત ક્રિએટિવ પ્રવૃતિઓમાં સક્રિય રહેતા જાણીતા યંગ ઇન્ડીયા ગ્રુપ દ્વારા તમામ સમાજના લોકો એક સાથે પારિવારિક માહોલમાં નવરાત્રી ઉજવી શકે તે માટે છેલ્લા 14 વર્ષ યોજાતા સંકલ્પ નવરાત્રી મહોત્સવનો નવી જગ્યાએ એટલે કે ઘુનડા રોડ પર આવેલ વૈદેહી પાર્ટી પ્લોટમાં પ્રારંભ થયો છે અને સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં પ્રથમ નોરતે ખેલૈયાઓ મન મુકીને ઝૂમી ઉઠ્યા હતા.

યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત આ અર્વાચીન રાસોસ્તવમાં ખાસ કરીને તમામ સમાજની બહેનો મુક્તપણે એકદમ સુરક્ષિત અને પારિવારિક વાતાવરણમાં રાસ ધૂમવાનો આનંદ માણી શકે તે માટે તમામ વયની અને તમામ જ્ઞાતિની મહિલાઓને સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં રજિસ્ટ્રેશન વગર વિનામૂલ્યે એન્ટ્રી આપવામાં આવી છે. ગઈકાલે 15 ઓકટોબરે સંકલ્પ નવરાત્રી મહોત્સવનૉ ઘુનડા રોડ પર આવેલ વૈદેહી પાર્ટી પ્લોટમાં શુભારંભ થયો છે.

સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં તમામ જ્ઞાતિની બહેનો માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી હોવાથી સલામત માહોલમાં ગઈકાલે પ્રથમ નોરતે મોટી સંખ્યામાં નાની મોટી બહેનો ઉમટી હતી. આધુનિક સાઉન્ડ સિસ્ટમ અને મુંબઈ, બરોડા અને સૌરાષ્ટ્રના ખ્યાતનામ કલાકારો દ્વારા પ્રાચીન અને અર્વાચીન ગરબાની રમઝટ બોલાવતા મોટી સંખ્યામાં ખેલૈયાઓ રાસ ગરબે ઝૂમી ઉઠ્યા હતા. આથી યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત સંકલ્પ નવરાત્રી મહોત્સાવમાં
પ્રથમ નોરતાના વિજેતા ખેલૈયામાં લિટલ પ્રિન્સ રાવલ ક્રિવમ, લિટલ પ્રિન્સેસ રાવલ ધ્રુવીકા, યંગ પ્રિન્સ પરમાર મનન, યંગ પ્રિન્સેસ ગોપાણી ક્રિષ્નાને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. પ્રથમ નોરતે પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા ઉપસ્થિત રહ્યા હતા.માતાજીનો હવન અને પૂજા અર્ચના કરી સંકલ્પ નવરાત્રીની શરૂઆત કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!