મોરબીમાં જૂની અદાવતમાં મારામારી થઇ હોવાની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ઈસમે સ્વીટ કાર લઈ આવી વૃધ્ધનાં મોટરસાઈકલને હડફેટે લઈ ત્રણ ઈસમોએ વૃધ્ધ પર હુમલો કર્યો હતો. તેમજ વૃધ્ધને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં લીલાપર ગામ ખાતે આવેલ લીલાપર રોડ, ત્રિદેવનગર ખાતે રહેતા અરજણભાઇ પાલાભાઇ રાઠોડના દિકરા અમૃતભાઇએ આરોપી રવિભાઇ વાલાભાઇ ખાંભલા વિરૂધ્ધ ફરીયાદ કરેલ હોય જેનો ખાર રાખી આરોપી રવિભાઇ વાલાભાઇ ખાંભલા તથા તેની સાથે બે અજાણ્યા માણસો નંબર વગરની સ્વીફટ કાર લઇ આવી ફરીયાદીને જાનથી મારી નાખવાના ઇરાદે ફરીયાદીના GJ-36-H-૧૮૦૮ નંબરના મોટર સાઈકલ સાથે સામેથી સ્વીફટ કાર ભટકાળી ફરીયાદીને મોટર સાઈકલ સહીત પાડી દઇ ત્રણેય આરોપી સ્વીફટ કારમાંથી લાકડાના ધોકા સાથે ઉતરી ફરીયાદીના શરીરે આડેધડ લાકડાના ધોકા વડે મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીની જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરી ફરીયાદીના શર્ટના ખિસ્સામાંથી રૂ.૫૦૦/- ની લુટ કરી ફરાર થઈ જતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.