મોરબી નગર પાલિકામાં થયેલ ભષ્ટ્રાચારને લઈને કોંગ્રેસે પ્રેસ યાદીમાં જાહેર કરાયું હતું કે મોરબીના ધારાસભ્ય વારંવાર નગરપાલિકામાં ભ્રષ્ટાચારની તપાસ માંગી છે એવી સુખીયાણી વાતો કરી પ્રજાને ગુમરાહ કરતા હોય તેવું લાગી રહ્યું છે ખરેખર તપાસ કરવી હોય તો સરકાર પણ તમારી છે પાલિકા પણ તમારી છે આટલી વાર શા માટે ? તેવા સવાલો કોંગ્રેસે ઉઠવ્યા હતાં..
મોરબી નગર પાલિકામાં થયેલ ભષ્ટ્રાચારને લઈને કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું હતું કે મોરબી નગર પાલિકા ને એ ગ્રેડ નગરપાલીકા ડી ગ્રેડ હોય તેવી લોકોને લાગી રહ્યું છે. ગત ચૂંટણીમાં 52 માંથી 52 સીટ ઉપર વિજેતા બનાવ્યા પરંતુ ભાજપના સદસ્યની આવડત અને ભ્રષ્ટાચાર આચરવાના મનસુબા સાથે વહીવટ કરવામાં આવેલો તેના કારણે ભાજપના જ મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અવારનવાર પત્રકાર પરિષદમાં નગરપાલિકાના સ્વભંડોળ સાવ ખાલી છે અમે પ્રજાને પૂરી સુવિધા આપી શકતા નથી જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે તેમની સામે તપાસ કરશૂ આવી મોટી મોટી વાતો કરી પ્રજાને ગુમરાહ કરી કુલદીમાં ગોળ ભાગતા હોય તેવું લાગી રહ્યું છે. મોરબીમાં ભાજપના શાસનમાં ભષ્ટ્રાચાર થયો છે તેની તપાસ કરાવવા માંગતા હોય તો સરકાર તેમની જ છે હુકમ કરી કે જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે તેઓના નામ જાહેર કરી તેમની સામે ખુદ પોતે ફરિયાદી બની કડક કાર્યવાહી કરવી જોઈએ. તેમજ ધારાસભ્ય સંકલન બેઠકમાં રજૂઆત કર્યાના દાવા કરતા હોય તો લેખિતમાં આપવું જોઈએ અને મીડિયા સામે જાહેર કરવું જોઈએ પરંતુ લોકોને ગુમરાહ ન કરવા જોઈએ તેમજ નંદીઘર અને સ્ટ્રીક લાઈટ ઉપરાંત રોડ રસ્તા અન્ય ખરીદીમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવે તો મોરબીની પ્રજાએ ભરેલા ટેક્સના રૂપિયા ઉપરાંત ગ્રાન્ટના રૂપિયા પણ ઘર ભેગા કરવામાં આવ્યા છે તે બહાર આવશે તેમ મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજ્યગુરુ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલઘારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારી, તાલુકા કોગ્રેસ પ્રમુખ કે. ડી. પડસુબિયા, પૂર્વ પ્રમુખ રામભાઇ રબારીએ પ્રેસ યાદીમાં જણાવ્યું હતું.