મોરબીનાં લખધીરવાસ ચોકમાં, નવરાત્રીના છઠા દિવસે એટલે કે, તા.૨૦ ઓકટોમ્બર થી તા.૨૪ ઓકટોમ્બર વિજયા દશમી સુધી બેંગલ દુર્ગાપુજા ગ્રુપના કમીટી મેમ્બર્સ દ્વારા છેલ્લા સાત વર્ષની જેમ આ વર્ષે પણ દુર્ગાપુજા મહાઉત્સવનું શાનદાર અને ભવ્ય આયોજન કરવામાં આવશે.
મોરબીના લખધીરવાસ ચોકમાં તા.૨૦ ઓકટોમ્બર થી બેંગલ દુર્ગાપુજા ગ્રુપ કમીટી દ્વારા સાતમાં વર્ષે દુર્ગાપુજા મહોત્સવનું શાનદાર આયોજન કરવામાં આવશે. જેના મુખ્ય કમીટી મેમ્બર્સ રામભાઈ મોન્ડાલ, મોહિતભાઈ રાવલ, પ્રદિપભાઈ કુત્તુ, તુષાર પ્રમાણીક, સંદિપ મોન્ડાલ, વાસુદેવ અધિકારી, ચંચલ બેરા, સંજય દોલાઈ, બબલુ જોહર, તુષાર ભુનીયા, શુભાશીષ મોન્ડાલ તથા આશીષ પાલ દ્વારા દુર્ગાપુજા પંડાલનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે.
દુર્ગાપુજા કોઈ પ્રદેશ કે પ્રાંતનો નહીં પરંતુ તમામ જન જાતિ સમુદાયને સાથે ચાલીને ઉજવવામાં આવે છે. પાંચ દિવસ ચાલતા આ ઉત્સવમાં સ્થાપના,દેવી દુર્ગાનું બોધન, આહવાન, નિવાસ, નવ પ્રતિકા પ્રવેશ, સંપ્તમી મીહિત પુજા, મહા અષ્ટમી કલ્પેરંભ, મહા નવમી વિહીત પુજા, દશમી વિહીત પુજા, સરસ્વતી પુજા, દુર્ગાષ્ટમી, હવન, પુષ્પાજંલી, લક્ષ્મી પુજા, મહા આરતી, ઢોલ અને સિંદુર ખેલા જેવા અનેક કાર્યક્રમો પણ ઉજવવામાં આવે છે. અને વિજયા દશમીના દિવસે દુર્ગાપુજાનું ભવ્ય વિર્સજન કરવામાં આવે છે. તો આ દુર્ગા પુજા મહા ઉત્સવનો અમુલ્ય લાભ લેવા માટે મોરબીની જનતાને આયોજકો દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે.