મોરબી જિલ્લા ડીસ્ટ્રીકટક્રાઇસીસ ગૃપ દ્વારા આજરોજ તા:૧૮/૧૦/૨૦૨૩ ના રોજ સિમ્પોલો સીરામીક, ઘુંટું રોડ, મોરબી ખાતે એકઓફ સાઇટ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલમાં મુખ્ય જોખમ એવા એલપીજી/પ્રોપેનના લીકેજ અંગેનું રિહર્ષલ રાખવામાં આવેલ હતું. આજે સવારે ૧૧:૦૦ કલાકે ગેસ લીકેજ અંગેનું રિહર્ષલ કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલમાં સૌપ્રથમ ગેસ લીકેજને કંટ્રોલ કરવા કારખાના દ્વારા પૂરતા પ્રયત્નો કર્યા હતા પરંતુ એલપીજી ગેસ વધારે પ્રમાણમાં વાતાવરણમાં પ્રસરેલ હોવાથી કારખાના દ્વારા જિલ્લા વહીવટી તંત્રને આ આપત્તિની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા વહીવટી તંત્રના કંટ્રોલમાંથી જિલ્લાની દરેક સરકારી એજન્સીઓ, ગુજરાત ગેસ તથા નિષ્ણાંતોને આ ઈમરજન્સીને કંટ્રોલ કોલ કરવા માટે જાણ કરવામાં આવી હતી. દરેક એજન્સીઓએ તેમની કામગીરી યોગ્ય રીતે બજાવી અને આપત્તિને સફળતાપૂર્વક કંટ્રોલ કરી હતી.
માહિતી બ્યુરો, મોરબીનાં જણાવ્યા અનુસાર, આ પ્રસંગે જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાએ તંત્રને મોકડ્રીલ સફળતા પૂર્વક પૂર્ણ થતાં દરેક જિલ્લા વહીવટી તંત્રને શુભેચ્છા પાઠવીને મોરબી ખાતે એલપીજી/પ્રોપેન ગેસ સંગ્રહ કરવા હોય તેવા કારખાના માટે તાત્કાલિક જી.પી.સી.બી. દ્વારા એક સેફટી સેમિનારનું આયોજન કરવા જણાવ્યું હતું અને તેમાં ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને હેલ્થના અધિકારીઓએ સક્રિય ભાગ લઈ અને દરેક કારખાના દ્વારને તેમના જોખમની જાણકરી અને તુરંત તેની સલામતી અંગેના પગલાં લેવા પણ જણાવ્યું હતું. મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજાએ દરેક કામદારોને કારખાનાદારોને તેમની આસપાસના વિસ્તારો તથા કામોમાં એલપીજીના જોખમની જાણકારી આપવા યોગ્ય વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર દ્વારા મોરબી જિલ્લામાં મોટા અકસ્માત સર્જી શકે તેવા વધારામાં વધારે કારખાના હોવાથી તે કારખાના દ્વારા આવા કોઈ પણ અકસ્માત ન સર્જાય તે માટે પૂરતા પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, પ્રાંત અધિકારી સુશિલ પરમાર, ડી.વાય.એસ.પી. ઝાલા, મોરબી મામલતદાર, મોરબી ટીડીઓ તથા અન્ય વહિવટી તંત્રના અધિકારી/કર્મચારીઓ હાજર રહીએ આ મોકડ્રીલ સફળ બનાવી હતી. આ મોકડ્રીલ માટે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીના ડેપ્યુટી ડાયરેક્ટર યુ.જે. રાવલ, મદદનીશ નિયામક આર.જી.ચૌધરી, શ્રી પી.એમ.કલસરિયા અને એક્સપર્ટ તરીકે ડી.જી.પંચમિયાએ હાજરી આપી હતી.