મોરબી જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં અને ગુજરાત બહાર પણ અનેક સંસ્થાઓમાં છૂટા હાથે દાન આપનારા પાટીદાર ભામાશા સ્વ. ઓ.આર પટેલની પુણ્યતિથિ નિમિતે મોરબીમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીમાં હોંશભેર સાત હજાર લોકોએ રક્તદાન કર્યું હતું. બ્લડ બેંકોની ક્ષમતા પુરી થઈ ગઈ છતાં રક્તદાતાઓનો પ્રવાહ આવવાનો ચાલુ જ રહ્યો હતો. અને દિવસની પુર્ણાહુતી થતા સુધીમાં ૨૦ હજાર બોટલ રક્ત એકત્ર થતા વર્લ્ડ રેકોર્ડ સર્જાયો હતો.
સ્વ. ઓ.આર.પટેલની ૧૧ મી પુણ્યતિથી નિમિત્તે ગઈકાલે મોરબી સહીત સમગ્ર સૌરાષ્ટ્રમા મેગા બ્લડ ડોનેશન કેમ્પ તથા દેહદાન સંકલ્પ યોજાયો છે. તેમજ મોરબી શનાળા પાસે આવેલ પટેલ સમાજની વાડી ખાતે સ્વ.ઓ.આર.પટેલની પુણ્યતિથિએ યોજાયેલ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં પાંચ હજાર કરતાં વધુ સીરામીક ઉદ્યોગકારોએ રક્તદાન કરવા માટે રજિસ્ટ્રેશન કર્યું હતું. જે મળી કેમ્પમાં કુલ સાત હજાર બોટલ રક્ત એકત્ર થયું હતું. ભામાશા સ્વ.ઓ.આર.પટેલને તેમની સેવાંકીય પ્રવૃત્તિઓ થકી જ શ્રદ્ધાંજલિ આપવાનું નક્કી કરવામાં હતું. જેની સાથે સાથે મોરબી સહિત રાજ્યના ૨૭ સ્થળોએ આયોજિત રક્તદાન કેમ્પમાં અધધધ ૨૦ હજાર બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પમાં સીરામીક ઉદ્યોગકારો,શ્રમિકો તેમજ ગામેડેથી લોકો ટ્રેકટર ભરીને આવી હોંશભેર રક્તદાન કર્યું હતું.