મોરબી એલ.સી.બી.એ માળીયા મિયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે ઢોર બાંધવાના વંડા માંથી જુગાર રમતા ૧૫ આરોપીઓને કુલ રૂપિયા ૩,૦૭,૫૦૦ ના મુદામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર,મોરબી એલ.સી.બી. ટીમને ગઈકાલે હકીકત મળેલ કે, જુના ઘાંટીલા ગામના વિજયભાઇ મગનભાઇ વીડજા, રમેશભાઇ ભોયા દેવીપુજક, અશ્વિનભાઇ ઉર્ફે કાનો મનજીભાઇ વીડજા, ધર્મેન્દ્રભાઇ ઠાકરશીભાઇ વીડજા તથા જીજ્ઞેશભાઇ બળદેવભાઇ વીડજા એમ બધા ભેગા મળી ભાગીદારીમાં જુના ઘાટીલા ગામે આર.ડી.સી. બેંક સામે આવેલ જીજ્ઞેશભાઇ બળદેવભાઇ વીડજાના કબ્જા ભોગવટા વાળા ઢોર બાંધવાના વંડામાં બહારથી માણસો બોલાવી ગેર કાયદેસર રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે હકિકતનાં આધારે માળીયા મીયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે જુગાર રેઇડ કરતા સ્થળ પરથી નવીનભાઇ કાલીદાસભાઇ પટેલ, સુનિલભાઇ નંદલાલભાઇ પટેલ, કાસમભાઇ અબ્દુલભાઇ સંઘી, પ્રવિણભાઇ અંબારામભાઇ વીડજા, નરેન્દ્રભાઇ નાથાલાલ વીડજા, જયંતિભાઇ ત્રિભોવનભાઇ જાકાસણીયા, અરવિંદભાઇ દુર્લભજીભાઇ કોળી, દિનેશભાઇ પોલજીભાઇ જશાપરા, વિનોદભાઇ જેસંગભાઇ કોળી, વિમલભાઇ શાંતિલાલ પટેલ, દલસુખભાઇ ધનજીભાઇ પટેલ, કરશનભાઇ હેમુભાઇ કોળી, રમેશભાઇ ગોવિંદભાઇ પટેલ, હરદેવસિંહ ગુલાબસિંહ જાડેજા, દિનેશભાઇ રમેશભાઇ પટેલ પાસેથી રોકડ રૂ.૨,૩૬,૫૦૦/- તથા રૂ.૭૧,૦૦૦/-ની કિંમતનાં ૧૬ મોબાઇલ ફોન મળી કુલ રૂ.૩,૦૭,૫૦૦/- નો મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. તેમજ પોલીસને જોઈ જતા વિજયભાઇ મગનભાઇ વીડજા, રમેશભાઇ ભોયા દેવીપુજક, અશ્વિનભાઇ ઉર્ફે કાનો મનજીભાઇ વીડજા, ધર્મેન્દ્રભાઇ ઠાકરશીભાઇ વીડજા તથા જીજ્ઞેશભાઇ બળદેવભાઇ વીડજા (રહે,બધા જુના ઘાંટીલા તા.માળીયા માઁ જી.મોરબી) સ્થળ પરથી ફરાર થયા હતા. જેને લઈ પોલીસે ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.