મોરબી જિલ્લામાં ફોર વ્હીલર માટે GJ 36 AL સીરીઝની ટેન્ડર પ્રક્રિયા તા.૦૮/૧૧/૨૦૨૩ થી શરુ થનાર છે. તા:-૦૮/૧૧/૨૦૨૩ થી તા:-૧૯/૧૧/૨૦૨૩ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા:-૧૯/૧૧/૨૦૨૩થી તા:-૨૧/૧૧/૨૦૨૩ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તા:-૨૧/૧૧/૨૦૨૩ ના રોજ ઓક્શનનુ પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે.
માહિતી બ્યુરો, મોરબીનાં જણાવ્યા અનુસાર, ફોર વ્હીલર પ્રકારના વાહનો માટે તા:-૦૮/૧૧/૨૦૨૩ ના રોજ GJ 36 AL ૧ થી ૯૯૯૯ સુધીના નંબરોની નવી સીરીઝ શરુ કરવામાં આવનાર છે. ગોલ્ડન નંબરની ઓછામાં ઓછી ફી રૂ. ૪૦,૦૦૦/- અને સીલ્વર નંબરની ઓછામાં ઓછી ફી રૂ.૧૫,૦૦૦/- સરકારશ્રીએ નક્કી કરેલ છે. ગોલ્ડન અને સિલ્વર નંબર સિવાયના અન્ય પસંદગીના નંબરોની ફી રૂ. ૮,૦૦૦ /- છે. ગોલ્ડન/સીલ્વર નંબરોની ફાળવણી ઓક્શનથી જ કરવામાં આવશે. GJ 36 AL સીરીઝમાં પસંદગી નંબર માટે અરજી જે વાહનોનો ટેક્ષ/કર મોરબી એ.આર.ટી.ઓ કચેરી ખાતે ભરપાઈ કરવામાં આવેલ હોય અને નોંધણી માટે અધિકારીની સહી થયેલ હોય તેવા જ ફોર્મને પસંદગી નંબર માટે ધ્યાને લેવામાં આવશે. વાહન માલિકોએ સૌ પ્રથમ WWW.PARIVAHAN.GOV.IN વેબસાઈટ પર જઈને રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ યુઝરઆઈડી અને પાસવર્ડ મેળવવાનું રહેશે. ત્યારબાદ વેબ સાઈટ પર લોગીન કરીને વાહન ખરીદી ના ૭ (સાત) દિવસ ની અંદર ઓનલાઈન CNA ફોર્મ ભરવાનું રહેશે. ઈ-ઓક્શન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સફળ અરજદારોએ ભરવા પાત્ર થતી રકમ દિવસ-૨ માં ઈ-પેમેંટ દ્વારા ભરણૂ કરવાનું રહેશે. જો સફળ અરજદાર નિયત સમય મર્યાદામાં બીડની રકમનુ ઈ-પેમેંટ કરી ફોર્મ એઆરટીઓ કચેરી મોરબી ખાતે જમા કરવામાં નિષ્ફળ જશે તો ભરેલ રજીસ્ટ્રેશન રકમ જપ્ત થશે અને પસંદગી નંબર આપોઆપ રદ થઈ જશે. ત્યારબાદ પેમેંટ વગરની અરજીઓને રદ બાતલ ગણવામાં આવશે. તેમ મોરબી સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું.