મોરબી તાલુકામાં ગઈકાલે બે સ્થળોએથી દારૂ ઝડપાયો હતો. જેમાં મોરબી તાલુકા પોલીસની ટીમોએ પીપળી ગામ તથા લાલપર ગામની સીમમાં રેઈડ કરી દેશી-વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. જયારે એક ઈસમની અટકાયત કરી છે. તો એક ઈસમ ફરાર થઈ જતા તેને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
પ્રથમ દરોડામાં, મોરબી તાલુકા પોલીસની ટીમે બાતમીના આધારે પીપળી ગામ મારૂતી પાર્ક સોસાયટીપાસે વોચ ગોઠવી રાખી GJ-૦૩-BA-૬૯૩૧ નંબરની કાળા કલરની સ્ક્ર્પીયો ગાડી સ્થળ પરથી નીકળતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કરતા ઈસમે સ્કોર્પીયો ગાડી મારૂતી પાર્ક સોસાયટીની દિવાલ તોડી દિવાલની બાજુમા આવેલ ખાલી પાણીના વહેણના ખાડામા પડતા સ્કોર્પીયો ગાડી ચાલક ગાડી મુકી નાસી જતા પોલીસે ગાડીની તપાસ કરી હતી. જેમાંથી કુલ ૧૨ પ્લાસ્ટિકના બાચકામાં ભરેલ આશરે ૦૫ લીટર ક્ષમતાવાળી પ્લાસ્ટિકની પારદર્શક ૧૨૦ કોથળીઓમાં રૂ.૧૨,૦૦૦/-ની કિંમતનું દેશી પીવાના દારૂ જેવુ ૬૦૦ લીટર કેફી પ્રવાહી મળી આવતા પોલીસે કાર સહીત કુલ રૂપિયા-૨,૧૨,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ આરોપીને પકડવા ચક્રો ગાતિમાન કર્યા હતા.
બીજા દરોડામાં, મોરબી તાલુકા પોલીસની ટીમે બાતમીનાં આધારે લાલપર ગામની સીમમાં ઇશાન ચેમ્બરની પાછળ રેઈડ કરી દર્શનભાઇ કનુભાઇ વરાલીયા (રહે-હરીઓમ સોસાયટી શેરી નં.૦૧ મહેન્દ્રનગર ચોકડી પાસે મોરબી-૦૨ તા.જી.મોરબી મુળ રહે-હળવદ તા.જી.બોટાદ) નામના શખ્સને ભારતીય બનાવટની બ્લેન્ડર પ્રાઇડ સીલેકટ પ્રિમીયમ વ્હીસ્કીની કાચની કંપની શીલપેક ૦૩ બોટલનાં રૂ.૨૫૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.