અરબી સમુદ્રમાં લોપ્રેસર સર્જાયું છે અને સમુદ્ર માંથી ફરી એક વખત ભયાનક ચક્રવાત આવી રહ્યું છે. જેને કારણે દરિયા ખાતે આવેલ બંદરો પર સિગ્નલ લગાડવામાં આવી રહ્યા છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા હજુ ચોક્કસ આગાહી કરવામાં આવી નથી.
અરબી સમુદ્રમાં લો પ્રેસર સર્જાતા ચક્રવાત નો ખતરો મંડરાઇ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે હવામાન વિભાગ દ્વારા હજુ સુધી કોઈ આગાહી કરવામાં આવી નથી. પણ અનેક બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાડવામાં આવી રહ્યું છે. જેમાં નવલખી બંદર ખાતે પણ એક નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. જો કે હવામાન વિભાગે ચક્રવાત ને લઈને જાહેરાત કરી નથી પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેસરને કારણે ભયાનક ચક્રવાત આવી રહ્યાનું કહેવામાં આવ્યું છે.