મુંબઈ પોલીસ (Mumbai Police)એ કથિત ફેક ટીઆરપી કેસ (Fake TRP Case)માં રિપબ્લિકન ટીવી (Republic TV)ના સીઇઓ વિકાસ ખાનચંદાની (Vikash Khanchandani)ની ધરપકડ કરી લીધી છે. અત્યાર સુધી આ મામલામાં 13 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. મુંબઈ પોલીસે હંસા રિસર્ચના અધિકારી નિતિન દેવકરની ફરિયાદ બાદ આ ફેક ટીઆરપી રેકેટને લઈને 6 ઓક્ટોબરે એફઆઇઆર નોંધાવી હતી. મુંબઈ પોલીસે આ કથિત ટીઆરપી ગોટાળામાં નવેમ્બરમાં અહીંની એક કોર્ટમાં આરોપ પત્ર પણ દાખલ કર્યા હતા.
નોંધનીય છે કે, પોલીસની CIU કથિત ટેલીવીઝન રેટિંગ પોઇન્ટ ગોટાળાની તપાસ કરી રહી છે. આ કેસમાં વિકાસ ખાનચંદાનીની પહેલા પણ અનેકવાર પૂછપરછ કરવામાં આવી ચૂકી છે. વિકાસ ખાનચંદાનીના પહેલા વરિષ્ઠ પત્રકાર અને ચેનલના પ્રધાન સંપાદક અર્નબ ગોસ્વામીની પણ મુંબઈ પોલીસે એક જૂના કેસમાં ધરપકડ કરી હતી. જોકે બાદમાં કોર્ટમાંથી તેમને જામીન મળી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, ફેક ટીઆરપી ગોટાળો તે સમયે સામે આવ્યો હતો જ્યારે રેટિંગ એજન્સી બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC)એ આ વાતની ફરિયાદ નોંધાવી હતી કે કેટલીક ટીવી ચેનલો ટીઆરપીના આંકડાઓમાં હેરફેર કરી રહી છે.
BARCએ આ ફરિયાદ હંસા રિસર્ચ ગ્રુપના માધ્યમથી નોંધાવી હતી. નોંધનીય છે કે વ્યૂઅરશિપ ડેટા (કેટલા દર્શન કઈ ચેનલ જુએ છે અને કેટલો સમય જુએ છે) મેળવવા માટે મેપિંગ મશીન લગાવવાની જવાબદારી હંસાને આપવામાં આવી હતી