મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ ડી.વાય.એસ.પી. પી.એ. ઝાલાના માર્ગદર્શન હેઠળ દારૂ જુગારની તેમજ મિલ્કત સબંધી પ્રવૃતિ સદંતર નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી એ ડીવીજન પોલીસની ટીમે આયુર્વેદિક શંકાસ્પદ કેફી પ્રવાહી શીરપની ૧૬૮૦ બોટલનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડીવીજન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હોય દરમ્યાન તેઓને ખાનગીરાહે મળેલ હકિકતનાં આધારે, મોરબી કુબેરનગર શેરીનં.૩ માથી હરેન્દ્રસિંહ સુરેશસિંહ જાડેજા (રહે.મોરબી નવલખી રોડ કુબેરનગર શેરીનં.૩ ભાડાના મકાનમા મુળરહે.રામપર અબડા તા.નલીયા જી.ભુજ), વીક્રમસીંહ સુરેશસિંહ જાડેજા (રહે.મોરબી નવલખી રોડ કુબેરનગર શેરીનં.૩ ભાડાના મકાનમા મુળરહે.રામપર અબડા તા.નલીયા જી.ભુજ) પાસેથી અલગ અલગ કંપનીની આયુર્વેદીક શંકાસ્પદ કેફીપ્રવાહી શીરપની રૂ.૨,૫૨૦૦૦/-ની કિંમતની ૧૬૮૦ બોટલનો જથ્થો મળી આવતા જથ્થો કબ્જે કરવામા આવેલ છે. તેમજ આ જથ્થો રાજેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા (રહે.રાજકોટ) દ્વારા મોકલવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે એફ.એલ.એલ રીપોર્ટ આવ્યે થી વધુ કાર્યવાહી કરવામા આવશે.