મોરબી સિરામિક ઉદ્યોગને વધુ એક વખત ફટકો પડ્યો છે અગાઉ રશિયા અને યુક્રેના યુદ્ધને કારણે ગેસના ભાવમાં અસહ્ય વધારો સામે આવ્યો હતો. જેને કારણે મોરબી ઉદ્યોગ જગતને ભાવ વધારાનો સામનો કરવો પડ્યો હતો. અને તેને કારણે મોરબી ઉદ્યોગ જગત મંદીમાં ગરકાવ થયું હતું. આ મંદીમાંથી મોરબી ઉદ્યોગજગત બહાર આવે તે પહેલા જ ઇઝરાયેલ અને અમાસ વચ્ચે યુદ્ધ શરૂ થઈ જતા વધુ એક વખત મોરબી ઉદ્યોગકારોને વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડે તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે .
ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થતા મોરબી ઉદ્યોગકારોને ફટકો પડ્યો છે મોરબી વિટ્રીફાઇડ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું કે યુધ્ધ શરૂ થતા એક્સપોર્ટને બ્રેક લાગી છે. ૪૦ થી ૫૦ કરોડ જેટલું માસિક એક્સપર્ટ થાય છે જે હાલ બંધ છે યુદ્ધના પગલે કસ્ટમ થઈ જતા કન્ટેનર પણ ફસાયા છે એટલું જ નહીં યુદ્ધના પગલે પેમેન્ટ પણ વેપારીઓના ફસાઈ ચૂક્યા છે ટાઇલ્સ નો માલ ઓપન ક્રેડિટમાં જતો હોવાથી હાલ અંદાજે ૧૦૦ કરોડથી વધુના પેમેન્ટ વેપારીઓના ફસાયા છે. તેમ પણ તેમણે જણાવ્યું હતું.