કેન્દ્ર સરકાર ક્રેડીટ લિંકડ સબસીડી હેઠળ વ્યાજદરમાં પણ છૂટ આપી રહી છે આગામી માર્ચ મહિના પહેલા મકાન કે ફ્લેટ લરવા ઇચ્છતા લોકો માટે સારા સમાચાર : શુ છે તેની કાગળોની કાર્યવાહી.? જાણો વિગતવાર
કેન્દ્ર સરકાર પીએમ આવાસ યોજના (PM Awas yojana) હેઠળ ક્રેડિટ લિંક્ડ સબ્સિડી સ્કીમ (CLSS) દ્વારા વ્યાજમાં છૂટ આપી રહી છે. નોંધનીય છે કે સરકાર આ યોજનાની અવધિ એક વર્ષ માટે વધારવા જઈ રહી છે. આ ઘોષણા ફેબ્રુઆરીમાં રજૂ થનારા બજેટમાં કરી શકાય છે. હાલ આ યોજના 31 માર્ચ, 2021 સુધી છે. જો આપે હજુ સુધી PM Awas Yojanaનો લાભ નથી લીધો તો 31 માર્ચ, 2021 સુધી આવી કરી શકો છો. તેનાથી નવા મકાન કે ફ્લેટ લેનારા લોકોને સૌથી વધુ ફાયદો થશે. વ્યાજના રૂપમાં તેમને લાખો રૂપિયાની બચત થશે.
યોજનાનો લાખો લોકોને મળશે ફાયદો –
આ યોજના અંતર્ગત પહેલી વાર ઘર ખરીદનારા લોકોને હોમ લોન પર વ્યાજ સબ્સિડી પ્રદાન કરવામાં આવે છે. આ સબ્સિડી મહત્તમ 2.67 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે. સૂત્રો મુજબ બજેટ તૈયારીને લઈને થઇ રહેલી બેઠકમાં આ વાતને લઈને સૈદ્ધાંતિક રીતે સહમિત સધાઈ ગઈ છે કે કોવિડ સંકટના વિસ્તારને જોતાં એ જરૂરી છે કે આ સ્કીમની અવધિને વધારવામાં આવે જેનાથી ઓછી ઉંમરવાળાની સાથોસાથ રિયલ સેક્ટરના લોકોને પણ ફાયદો મળે.
શું છે PM આવાસ યોજના?
નોંધનીય છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના ભારતમાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સ્કીમ છે, જેનો ઉદ્દેશ્ય લોકોને શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સસ્તા ઘર ઉપલબ્ધ કરાવવા છે. તે હેઠળ પહેલીવાર ઘર ખરીદનારાઓને CLSS કે ક્રેડિટ લિંક્ડ સબ્સિડી આપવામાં આવે છે. આ સબ્સિડી મહત્તમ 2.67 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે. આ કેન્દ્ર સરકાર દ્વારા સ્પોન્સર્ડ સ્કીમ છે. તેનો ફાયદો 31 માર્ચ 2021 સુધી ઉઠાવી શકાય છે.
આવી રીતે ચેક કરો પોતાનું નામ –
- સૌથી પહેલા rhreporting.nic.in/netiay/Benificiary.aspx વેબસાઇટ પર જાઓ.
- રજિસ્ટ્રેશન નંબર છે તો તેને ભરીને ક્લિક કરો, ત્યારબાદ ડેટા સામે આવી જશે.
- રજિસ્ટ્રેશન નંબર ન હોય તો Advance સર્ચ પર ક્લિક કરો.
- ફોર્મ ભરો. Search પર ક્લિક કરો નામ PMAY G લિસ્ટમાં ઉપલબ્ધ છે, તો તમામ સંબિધિત વિગતો જોવા મળશે.
કયા વર્ગના લોકોને કયા વર્ગમાં સબ્સિડી ?
- 3 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકોને EWS સેક્શન 6.5 ટકા સબ્સિડી
- 3 લાખથી 6 લાખ વાર્ષિક આવક ધરાવતા લોકોને LIG 6.5 ટકા સબ્સિડી
- 6 લાખથી 12 લાખ વાર્ષિક આવક ધરાવતા લોકોને MIG1 4 ટકા સુધીની ક્રેડિટ લિંક સબ્સિડી
- 12 લાખથી 18 લાખ વાર્ષિક આવક ધરાવતા લોકોને MIG2 સેક્શનમાં સબ્સિડીનો લાભ મળે છે 3 ટકાની ક્રેડિટ લિંક સબ્સિડી.
આમને થશે ફાયદો –
- પાકું મકાન ન હોવું જોઈએ. પહેલાથી છે તો PMAY હેઠળ અરજી નહીં.
- કોઈ સરકારી આવાસ યોજનાનો ફાયદો નહીં.
- પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અરવજી કરવા માટે Aadhar જરૂરી છે.