ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) ના એમબીએ સેમ-2 ના રીઝલ્ટ માં મોરબી જિલ્લાની નવયુગ કોલેજના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ રીઝલ્ટ પ્રાપ્ત કર્યું છે. સેજપાલ દર્શિત 9.71 SPI સાથે યુનિવર્સિટીમાં દ્વિતિય ક્રમાંકે અને કોલેજમાં પ્રથમ ક્રમાંકે ઉતીર્ણ થયા છે.
મોરબી જિલ્લાની પ્રતિષ્ઠિત સંસ્થા એવી નવયુગ કોલેજમાં એમબીએ સેમ ટુ ના વિદ્યાર્થી સેજપાલ દર્શિતે યુનિવર્સિટીમાં દ્વિતીય ક્રમ અને કોલેજમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો, જ્યારે દ્વિતિય ક્રમ ફૂલતરિયા વૈદેહી 9.29 SPI અને તૃતીય ક્રમ જાનવી કોટેચા 9.14 SPI ઉતીર્ણ થતાં વિદ્યાર્થીઓએ નવયુગ કોલેજની શ્રેષ્ઠ રીઝલ્ટ ની પરંપરા જાળવી રાખી છે. નવયુગ કોલેજમાં MBA કોર્સની 2022-23 ની શરુઆત થયેલ છે. જેમાં શ્રેષ્ઠ રીઝલ્ટ સાથે શુભ શરૂઆત કરી છે. MBA સેમેસ્ટર 2 માં શ્રેષ્ઠ રીઝલ્ટ લાવવા બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી.કાંજીયા સાહેબે વિદ્યાર્થીઓને તેમજ MBA ટીમને જ્વલંત સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા.