Wednesday, November 20, 2024
HomeGujaratવાંકાનેર તાલુકાના વેપારીઓએ હંગામી ફટાકડાના સ્ટોલ માટે તા.૩૧ ઓક્ટોબર સુધીમાં અરજી કરી...

વાંકાનેર તાલુકાના વેપારીઓએ હંગામી ફટાકડાના સ્ટોલ માટે તા.૩૧ ઓક્ટોબર સુધીમાં અરજી કરી શકાશે

દિવાળીનો તહેવાર નજીક આવતો હોય એવા સમયે ઘણા વેપારીઓ હંગામી ફટાકડાનો સ્ટોલ શરૂ કરવા માંગતા હોય છે. જેમાં વાંકાનેર સીટી/ વાંકાનેર તાલુકાના હંગામી ફટાકડા સ્ટોલના અરજદારોએ તા.૩૧-૧૦-૨૦૨૩ સુધીમાં નિયત નમુનાના અરજી ફોર્મમાં ફોર્મ ઉપર રૂ. ૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ લગાવી જરૂરી વિગતો ભરી વાંકાનેર સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરીએ ૩ નકલોમાં રજુ કરવાની રહેશે.

- Advertisement -
- Advertisement -

માહિતી બ્યુરો, મોરબીનાં જણાવ્યા અનુસાર, આ ફોર્મમાં રૂ.૭00 નું સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયામાં લાયસન્સ ફી પેટે જમા કરાવી તેનું અસલ ચલણ સામેલ રાખવું. સુચિત સ્થળનો એપ્રુવ્ડ નકશો જેમાં જે-તે સ્થળની ૧૫ મીટરની ત્રિજયામાં આવેલ અન્ય દુકાનોના ધંધાનો પ્રકાર શાળા, કોલેજો, હોસ્પિટલો, સળગી ઉઠે તેવા પ્રદાર્થોનું ગોડાઉન, પેટ્રોલ પંપ કે રક્ષિત ઈમારતો આવેલી હોય તો તેની તમામ વિગતો આવરી લેવાની રહેશે. પોતાની ઓળખ અંગેના સ્વપ્રમાણિત કરેલ પાસપોર્ટ સાઈઝના બે ફોટા તથા આઈ.ડી. પ્રુફ જેમ કે આધાર કાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઈવીંગ લાયસન્સ / રેશનકાર્ડની નકલ / માંગણીવાળી જગ્યાની માલિકી અંગેના પુરાવા / અગર સ્થળ ભાડાનું હોય તો ભાડા-પાવતી તેમજ માલિક દ્વારા જે-તે જગ્યાએ હંગામી ફટાકડા વેચાણ સંગ્રહ કરવા અંગેની સંમતિ દર્શાવતુ એફિડેવિટ રૂ.૫૦ ના સ્ટેમ્પ પેપર ઉપર, નગરપાલિકા/ગ્રામ પંચાયત તરફથી આપવામાં આવેલ “ના વાંધા પ્રમાણપત્ર” (NOC). ફાયર સેફ્ટીની વ્યવસ્થા અંગેનું પ્રમાણપત્ર. સ્થાનિક સંસ્થા પાસે કોઈ પણ પ્રકારની સરકારી વસુલાત બાકીમાં ન હોવા બાબતનું પ્રમાણપત્ર. ગત વર્ષ હંગામી ફટાકડા વેચાણ-સંગ્રહ અંગેનો પરવાનો મેળવેલ હોય તો તેની સ્વપ્રમાણિત કરેલ નકલ સાથે જોડવાની રહેશે. તા. ૩૧-૧૦-૨૦૨૩ બાદ મળેલ અરજીઓ તથા અધુરી વિગતોવાળી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી તેમ વાંકાનેર સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ એ.એચ. શિરેસિયા દ્વારા જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!