ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા નગર નિયોજકના પ્રમોશન ઓર્ડર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત આજ રોજ હળવદ પ્રાંત અધિકારી અને મોરબી નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસરની બદલી કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા નગર નિયોજકના પ્રમોશન ઓર્ડર કરવામાં આવ્યા છે. જે અન્વયે 17 અધિકારીઓને બઢતી આપી બદલી કરવામાં આવી છે. જયારે હળવદ પ્રાંત અધિકારી અને મોરબી નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસરની બદલી કરવામાં આવી છે. જેમાં હર્ષદીપ આચાર્યને ધાંગધ્રા પ્રાંત અધિકારી તરીકે મુકાયા છે. જયારે અમદાવાદ નગર રચના એકમ -1ના વી.બી.ગાયકવાડને મોરબી નગરપાલિકા ખાતે નિમણુંક આપવામાં આવી છે. ત્યારે અચાનક બદલી થતા અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે.