મોરબીમાં આપઘાત અને અકસ્માતના બનાવો દિન પ્રતિદિન વધતા જય રહ્યા છે. ત્યારે ગઈકાલે એક જ દિવસમાં 5 લોકોના અકાળે મોત નિપજ્યા હોવાની પોલીસ ચોપડે નોંધ કરવામાં આવી છે.
પ્રથમ બનાવમાં, મોરબીનાં ભગવતીપરા વાવડી રોડ પાસે રહેતા હિરેનભાઇ પ્રવીણભાઇ નાગર ગત તા.૨૫/૧૦/૨૦૨૩ ના રોજ સવારના સાડા નવેક વાગ્યે પોતાના ઘરે સુતેલ હોય ત્યારે કોઇ કારણોસર બેભાન હાલતમા સોફા ઉપરથી નિચે પડતા તેઓને તાત્કાલિક પ્રાથમીક સારવાર માટે આયુષ હોસ્પીટલ મોરબી ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પીટલ ખાતે દાખલ કરેલ હોય જ્યાં ચાલુ સારવાર દરમીયાન તેમનું ગત તા.૨૮/૧૦/૨૦૨૩ ના મોત નિપજતા ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી છે.
જયારે બીજા બનાવમાં મોરબીનાં વસંતપ્લોટ શેરી નં-૧૩ લુવાણા બોડીંગ પાસે રહેતા બીપીનભાઇ રતીલાલ ભટ્ટને છેલ્લા ચાર પાંચ મહીનાથી માનસીક બિમારી હોવાથી પીડિતા હોય અને તેમની માનસીક દવા ચાલુ હોય જે બિમારીથી કંટાળી જતા પોતે પોતાના ઘરે કોઇ ઝેરી દવા પી લેતા તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી છે.
ત્રીજા બનાવમાં, વાંકાનેરનાં આરોગ્યનગર જ્ઞાનગંગા સ્કુલની બાજુમાં રહેતા મેહુલભાઇ ધીરૂભાઇ વિશાણીયા નામના યુવકનું ગઈકાલે અગમ્ય કારણોસર તેમના ઘરે પોતના તેમના મૃતદેહને પી.એમ. અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
જયારે ચોથા બનાવમાં, ટંકારાનાં ટોળ ગામે રહેતી કનુબેન મહેશભાઇ બાબરીયા નામની ૩૫ વર્ષીય પરણિતાને ગત તા.૨૮/૧૦/૨૦૨૩ ના રોજ રાત્રીના સમયે પોતાના ઘરે ઉલટી તથા ચકકર તથા પેટમાં દુખાવો થતા તેને તાત્કાલિક સારવાર માટે વાંકાનેર શ્રધ્ધા હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજતા ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
જયારે પાંચમા બનાવમાં, મોરબીના રંગપર(બેલા) ગામે રહેતા મૂળ રાજસ્થાનનાં સુરેશચંદ બાબુલાલ મીણા ગત તા-૨૭/૧૦/૨૦૨૩ નાં મોરબી તાલુકાના બેલા(રંગપર) ગામ પાસે આવેલ મોન્ઝા સિરામિકનાં પાછળના ગેઈટ બહાર કોઈપણ કારણસર મરણ ગયેલ હાલતમાં મળી આવતા તેના મૃતદેહને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.