મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના ને આજે એક વર્ષ પૂર્ણ થયુ છે ત્યારે મોરબીમાં મૃતકોના આત્માની શાંતિ માટે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો આજે છેલ્લો દિવસ છે અને આજે આ કથામાં મોક્ષ હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ મચ્છુ નદી કાંઠે તર્પણ પણ કરવામાં આવ્યું હતું.
આ હવનમાં પીડિત પરિવારોએ હાજરી આપી હતી અને પોતાના સ્વજનો ને મોક્ષ મળે તે માટે હવન માં ભાગ લીધો હતો.તેમજ કોઈ પણ સ્વાર્થ વગર માનવતા ના ધોરણે આ ભાગવત સપ્તાહ અને હવન નુ આયોજન કરનારા આયોજકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.તેમજ ઝૂલતા પુલ દુર્ધટના સ્થળ પર યોજાયેલ આ ભાગવત સપ્તાહમાં મૃતકોની તસવીરો માં નાના ભૂલકાઓ અને આશાપસદ યુવાન યુવતીઓની તસવીરો જોઈને ભલભલાનું કાળજુ કંપી ઊઠે છે.