ગત વર્ષે પર્વાધિરાજ દિવાળીના દિવસોમાં મોરબી પુલ દુર્ઘટના ઘટી હતી. આ દુર્ઘટનાને ગઈકાલે એક વર્ષ પૂર્ણ થયું હતું. આ દુર્ઘટનામાં 135 નિર્દોષોએ પ્રાણ ગુમાવ્યો હતો. હજુ પણ પીડિતોના કાળજે આ કારમો ઘા રુઝાતો નથી. ત્યારે દુર્ઘટનાની પ્રથમ પૂર્ણતિથી નિમિત્તે અમદાવાદ ખાતેથી આવેલા વાલ્મિકી સમાજ અને એના ધર્મગુરુ દ્વારા મચ્છુ માં મંદિરે ધજા ચડાવી દર્શન કરી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
મોરબીની મચ્છુ દુર્ઘટનાને ગઈકાલે એક વર્ષ પૂર્ણ થયું હતું. જે નિમિતે અમદાવાદ ખાતેથી આવેલા વાલ્મિકી સમાજ અને એના ધર્મગુરુ દ્વારા મચ્છુ માં મંદિરે ધજા ચડાવી દર્શન કરી 125 મીટર લાંબી ચુંદડીને રફાળેશ્વર પાસે આવેલ મચ્છુ ડેમ 02 નાં પાણીમાં વિસર્જિત કરી હતી. તેમજ પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ મૃતકોને પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ તકે, વાલ્મિકી સમાજનું એવું કહેવાનું હતું કે, અમારા ધર્મગુરુ અને અમારા સમાજ વતી પ્રાર્થના કરવામાં આવી છે કે, જે મોરબી પુલ દુર્ઘટના અને જળ હોનારત અને જે કહેવામાં આવે છે કે મચ્છુ માં નો શ્રાપ છે એટલા માટે થઈને વાલ્મિકી સમાજ દ્વારા મચ્છુ માં ની પૂજા અર્ચના કરી શ્રાપમાંથી મુક્ત કરે અને હવે કોઈ દુર્ઘટના ના બને કે કોઈ જાનહાનિ ના થાય તે માટે થઈને વાલ્મિકી સમાજ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, મચ્છુ ડેમ 02 મા જ્યારે 125 મીટર લાંબી ચુંદડી પધરાવવામાં આવી ત્યારે કોઈ દુર્ઘટના ના ઘટે તે માટે મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસના જવાનો સ્ટેન્ડબાય પાર હતા.