મોરબી માટે 30 ઓક્ટોબર 2022 કાળા દિવસ રૂપ સમાન છે. આ દિવસે અનેક લોકો પોતાના પરિવારજનો અને મિત્રો સાથે મોરબીના ઝુલતાપુલ ખાતે ફરવા માટે આવ્યા હતા. પરંતુ પુલ તુટવાની ઘટના બનતા અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે આજરોજ આ ઘટનાને એક વર્ષ પૂર્ણ થતા ABVP મોરબી દ્વારા ઝૂલતા પુલની દુર્ઘટના ના દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
મોરબી એબીવીપી દ્વારા જુલતા પુલની દુર્ઘટનાના દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે એબીવીપી 9 જુલાઈ 1949 થી વિદ્યાર્થીઓના હિત અને રાષ્ટ્રહિત માટે કાર્યકર્તુ વિદ્યાર્થીઓનું સંગઠન છે.અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મોરબી શાખા દ્વારા દુર્ઘટનામાં મૃત્યુ પામે દિવંગત આત્માઓને શાંતિ માટે પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ ઉપર કાર્યકર્તાઓ દ્વારા નવા બસ સ્ટેન્ડ સામે એકત્ર થઈ મૌન ધારણ કરી પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.