Monday, November 18, 2024
HomeGujaratમોરબીની ગૌશાળા પ્રાથમિક શાળાના શિક્ષકને બાળસાહિત્ય ક્ષેત્રનો પ્રતિષ્ઠિત અંજુ-નરશી પારિતોષિક એનાયત કરાયો

મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળાના શિક્ષકને બાળસાહિત્ય ક્ષેત્રનો પ્રતિષ્ઠિત અંજુ-નરશી પારિતોષિક એનાયત કરાયો

તા.૩૧ ઓક્ટોબર, ૨૦૨૩( સરદાર જયંતી ) ના રોજ કુંડળધામ, તા. બરવાળા, જિ. બોટાદ મુકામે અક્ષર એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, બોટાદ તથા બાલવિચાર પરિવાર આયોજિત અંજુ-નરશી પારિતોષિક સમારોહમાં મોરબીના કવિ સંજય બાપોદરિયા ‘સંગી’ના બાળકાવ્યસંગ્રહ ‘પાંખ મળે તો…’ ને બાળસાહિત્ય ક્ષેત્રનો પ્રતિષ્ઠિત અંજુ-નરશી પારિતોષિક તૃતીય પુરસ્કાર રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયા, પૂર્વ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, નાયબ મુખ્ય દંડકશ્રી, ગુજરાત વિધાનસભા કૌશિકભાઈ વેકરિયા, ભારતીય સાહિત્ય અકાદમી, દિલ્હી, પુરસ્કૃત સર્જક અશોકપુરી ગોસ્વામી, ગુજરાત બાલ સાહિત્ય અકાદમી અધ્યક્ષશ્રી યશવન્ત મહેતા, ગુજરાત લોકસાહિત્ય ક્ષેત્રના અરવિંદ બારોટ, મનોહર ત્રિવેદી તેમજ પારિતોષિક સમારોહના આયોજક રવજી ગાબાણી પરિવારની ઉપસ્થિતમાં રોકડ ધનરાશિ તથા સન્માનપત્ર સાથે એનાયત કરવામાં આવ્યો. આ પારિતોષિક પ્રાપ્ત કરી કવિ સંજય બાપોદરિયા ‘સંગી’એ શિક્ષણ જગતનું ગૌરવ વધાર્યું છે.તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!