મોરબીમાં ગઈકાલે એક જ દિવસમાં બે લોકોના અકાળે મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં મોરબીનાં રંગપર ગામે એક મજુરને લોહીની ઉલ્ટી થતા તેનું મોત નીપજ્યું હતું. જયારે બીજા બનાવમાં, હળવદની કિશોરીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
પ્રથમ બનાવમાં, મોરબીના ઓરાજોન પેપર મીલ કારખાનાના લેબર ક્વાટ્રસમા રંગપર ગામની સીમમાં રહેતા ગોપાલભાઇ સુખલાલ રવિદાસ નામના મજુરને છેલ્લા એક વર્ષથી ટી.બી.ની બિમારી હોય જેથી તેને ગઈકાલે ઉધરસ આવતા ઓરાજોન પેપર મીલ કારખાનાના ક્વાટ્રસમા લોહીની ઉલ્ટી થતા તેનું બિમારી સબબ મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે અકાળે મોતની નોંધ કરી છે.
બીજા બનાવમાં, હળવદમાં રણજીતગઢની સીમમા વરૂણભાઇ ગીરીશભાઇની વાડીએ રહેતી મૂળ એમ.પી.ની રૈશાબેન શંકરભાઇ તડવી નામની કિશોરીને તેના વતનમા શરદપુનમના મેળામા જવુ હોય અને તેના માતા-પિતાએ કામથી જવાની ના પાડતા કિશોરીને મનમા લાગી આવતા તેણે ગઈકાલે પોતાની મેળે જ વાડીએ આવેલ મકાનના રૂમમા ધાબાના હુકમા દોરડુ(રાઠવુ) બાધીને ગળે ફાસો ખાઇ આપઘાત કર્યો હતો. જે સમગ્ર મામલે હળવદ પોલીસે અકાળે મોતની નોંધ કરી છે.