Monday, November 18, 2024
HomeGujaratમોરબીમાં ગઈકાલે બે મહિલાઓએ કર્યો આપઘાતનો પ્રયાસ : એક મહિલાનું મોત

મોરબીમાં ગઈકાલે બે મહિલાઓએ કર્યો આપઘાતનો પ્રયાસ : એક મહિલાનું મોત

મોરબીમાં આપઘાતના બનાવો દિન પ્રતિદીન વધી રહ્યા છે. ત્યારે ગઈકાલે વધુ બે મહિલાઓ દ્વારા અલગ-અલગ સ્થળે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાંથી એક મહિલાનું મોત નીપજ્યું છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, મોરબીના રોહીદાશપરા વીશીપરા વિસ્તારમાં રહેતી મીતલબેન મનસુખભાઇ ચૌહાણ નામની મહિલાએ પોતાના ઘરે કોઇ કારણો સર ગળા ફાંસો ખાઇ લેતા તેને તાત્કાલિક તેના પતી મનસુખભાઇ દેવજીભાઇ ચૌહાણ દ્વારા સારવારમાં ખસેડવામાં આવી હતી. પરંતુ મહિલાને પ્રાથમિક સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. ત્યારે ઉલ્લેખનીય છે કે, મહિલાના આંઠ માસ પૂર્વે જ લગ્ન થયા હતા. હાલ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે સમગ્ર મામલે અકાળે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા બનાવમાં, મોરબીનાં લિલાપર ગામે ઝાપા પાસે હનુમાન મંદીર સામે રહેતી જાગૃતીબેન બીપીનભાઇ રાઠોડ નામની મહિલાએ ગઈકાલે પોતાના ઘરે કોઇ કારણોસર ફિનાઈલ પિ લેતા તેને તાત્કાલિક શ્યામ હોસ્પિટલમા સારવારમા દાખલ કરવામાં આવી હતી. ત્યારે હાલ મહિલા ભાનમાં છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, મહિલાના દોઢ વર્ષ પૂર્વે જ લગ્ન કર્યા હતા. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે જાણવા જોગ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!