શ્રી ભૂત કોટડા ગામની પ્રાથમિક શાળાના શિક્ષકે મજૂર વર્ગના બાળકો માટે બાળવસ્ત્રાલય સેવા યજ્ઞ શરૂ કર્યો છે. જેમાં આસપાસ ના વિસ્તારમાં રહેતા લોકોને ઉપયોગ ન હોય અથવા કપડા ટૂંકા પડતાં હોય તેવા કપડા શિક્ષકને આપીને મજૂર પરિવારના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાને અનુરૂપ પસંદગીના કપડાં લઈ શકશે જેથી તેઓ સારા કપડાં પહેરીને દિવાળી ઉજવી શકે તે માટેનો પ્રયાસ શિક્ષક દ્વારા કરવામાં આવ્યો છે.
શ્રી ભૂત કોટડા ગામની પ્રાથમિક શાળામાં ભણતા બાળકો માટે શિક્ષકે બાળ વસ્ત્રાલય અનોખો સેવા યજ્ઞ શરૂ કર્યો છે. સરકારી શાળાઓમાં મજૂર વર્ગના બાળકોની સંખ્યા વધારે હોય છે. અને નજીકમાં જ દિવાળી જેવો તહેવાર આવી રહ્યો છે ત્યારે આ બાળકો ને સારા કપડાં પહેરવા મળી રહે તે માટે ત્યાંના શિક્ષિકા બહેને એક અનોખું બાળ વસ્ત્રાલયનું સ્થાપન કર્યું છે. લોકો ઘણીવાર સારી કન્ડીશન માં હોય તેવા કપડાં ટૂંકા થવાને લીધે અથવા તો યેન કેન પ્રકારે જવા દેતા હોય છીએ. જે આર્થિક રીતે પછાત વર્ગના બાળકો માટે આશીર્વાદ રૂપ થઈ શકે છે.આવી તો ઘણી વસ્તુઓ છે જે આપણે સારી હાલતમાં હોવા છતા ઉપયોગ કરતા નથી કે જે બીજાને ઉપયોગી થઇ શકે છે. આવા જ વિચારોથી પ્રેરાયને શાળાના બાળકો માટે શિક્ષકે વસ્ત્રાલય શરૂ કર્યું છે.જેથી દિવાળીના દિવસો માં મજૂર વર્ગના બાળકો સારા કપડા પહેરી શકે. આ વસ્ત્રલયમાંથી બાળકો પોતાની જાતે કપડાં લઇ શકે છે. આ સાથે આપ પણ તમારા બાળકોના કપડાં જે સારી કન્ડીશન માં હોય અને પહેરતા ન હોય તેવા કપડાં ગીતાબેનનો સંપર્ક કરી દાન માં આપી શકો તેવો આગ્રહ ગીતાબેને વ્યક્ત કર્યો હતો.