મોરબીમાં અસામાજિક તત્વોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. આ ઈસમોને જાણે પોલીસનો ખોફ જ ન હોય તેમ એક બાદ એક ગુનાઓ આચરી રહ્યા છે. ત્યારે આવી જ એક ઘટના મોરબીના સનાળા રોડ પાસેથી સામે આવી છે. જેમાં યુવકે ઉછીના આપેલ રૂપિયા પરત માંગતા ઈસમે યુવક પર છરી વડે ઘાતકી હુમલો કર્યો હતો. જે સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં એવન્યુપાર્ક સોસાયટી વાસ્તુ બીલ્ડીંગની બાજુમાં રવાપર રોડ ખાતે રહેતા જયદીપભાઈ રમેશભાઈ ભાડજાએ દસેક દિવસ પહેલા દિપકભાઈ બુધ્ધદેવ (રહે. મોરબી)ને હાથ ઉછીના રૂ.૨૦,૦૦૦/- આપેલ હોય જે માંગતા ફરિયાદી સનાળા રોડ ઉપર બાલાજી તાવો ચાપડી નામની દુકાન પાસે હોય ત્યાં આવી આરોપીએ ફરિયાદીને જેમ ફાવે તેમ ભુંડાબોલી ગાળો આપી તેના નેફામાંથી છરી કાઢી ફરીને જેમ ફાવે તેમ ઘા મારતા એક ઘા જમણી બાજુ છાતીના ભાગે તેમજ એક ઘા ડાબા હાથના બાવળાના ભાગે તેમજ એક ડાબી બાજુ છાતીના નિચે પડખાના ભાગે ખુબ જ ઉંડો ઘા મારી ગંભીર ઈજાં કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.