મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામમાં રહેતા યુવાને કલરની ગન શેરીમાં સાફ કરેલ તેને લઈને યુવકના પત્ની અને બાજુમાં રહેતા બહેન સાથે બોલાચાલી થઇ હતી. જેનો ખાર રાખી અન્ય ચાર જેટલા ઈસમોએ યુવકના ઘર પાસે આવી ગાળો આપી મૂઢમાર મારતાં તેના વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામમાં કૂવાની સમાએ વાળી શેરીમાં રહેતા વસીમ ઓસમાણભાઇ નારેજાના ઘર પાસે ગત 01/11/2023ના રોજ ફરિયાદી વસીમના પત્ની રસીદા તથા બાજુમાં રહેતા રતીબેન કાનાભાઇ ટમારીયા બંન્ને વચ્ચે ફરીયાદીએ કલરની ગન શેરીમાં સાફ કરેલ તે બાબતે બોલાચાલી થયેલ હતી જે બાબતનો ખાર રાખી ગામના મોમજી જેશાભાઇ રબારી, નવઘણભાઇ ઉર્ફે ગોનો રબારી, વિવેકભાઇ રણછોડભાઇ રબારી તથા મેરૂભાઇ કાનાભાઇ ટમારીયા એક સાથે મળી ફરિયાદીના ઘર પાસે આવી ફરીયાદીને ફોન કરી ઘરની બહાર બોલાવી જેમ ફાવે તેમ ગાળો આપી વિવેક તથા મેરૂએ ફરીયાદીને ઢીંકા પાટુનો મારમારી જમીન પર પાડી દઇ મોમજી તથા ગોનાએ ધોકા વડે ફરિયાદીને વાંસાના ભાગે માર મારી મુંઢ ઇજા કરીને મોમજીભાઇ એ ફરીયાદીને જાન થી મારી નાખવાની ધમકી આપી ગુનો આચરતા મોરબી તાલુકા પોલીસે સ્ટેશન ખાતે બધા આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.