વાંકાનેરનાં લીંબાળા ગામ ખાતે ગઈકાલે જમીનની માપણી માટે કલેકટર ઓફીસ મોરબી ખાતે અરજી કરેલ હોય જે બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પ્રથમ ફરિયાદ અનુસાર, વાંકાનેરનાં લીંબાળા ગામ ખાતે રહેતા ઉસ્માનભાઇ ફતેહભાઇ કડીવારએ આરોપીઓની જમીનની માપણી માટે કલેકટર ઓફીસ મોરબી ખાતે અરજી કરેલ હોય જે આરોપીઓને સારૂ નહી લાગતા તેની દાઝ રાખી હનીફભાઇ ફતેહભાઇ ચારોલિયા તથા હબીબભાઇ ફતેહભાઇ ચારોલિયાએ લાકડી તથા લોખંડનો પાઈપ તથા હાજીભાઇ સાજીભાઇ ચારોલિયા તથા ગુલાભાઇ ઉસ્માનભાઇએ ઢીકાપાટુ વતી ફરિયાદી તથા સાહેદને મુંઢ માર મારી ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
બીજી ફરિયાદ અનુસાર, વાંકાનેરનાં લીંબાળા ગામ ખાતે રહેતા ગુલામમુસ્તુફાભાઈ ઉસ્માનભાઈ ચારોલીયાના ઘર પાસે ઉસ્માનભાઈ ફતેહભાઈ કડીવારની અરજી આધારે જમીન માપણી થતી હોય તે વખતે રોશનબેન ઉસ્માનભાઈ કડીવાર, ઉસ્માનભાઈ ફતેહભાઈ કડીવાર, ઈદ્રીશભાઈ ફતેશભાઈ કડીવાર તથા મુ્સ્તાકભાઈ ઉસ્માનભાઈ કડીવારએ ગાળો બોલી તથા ઢીકાપાટુ તથા લાકડી વતી ફરિયાદીને શરીરે મુંઢ માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.