વાંકાનેર તાલુકામાં મહીકા ગામની સીમમાં આધેડે જમીન વેચાણમાં રાખેલ હોય જે જમીન ઈસમને રાખવાની હોઇ જેનુ મનદુઃખ રાખી ઈસમોએ આધેડને ભુંડાબોલી ગાળો આપી ઢીકાપાટુનો માર મારી, લાકડાના ધોકા વતી ડાબા હાથમાં ફેકચર, જમણા હાથમાં કોણી પાસે તથા બંને પગમાં ઘુંટણ પાસે અને શરીરે મુંઢ ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધાયો છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકાનાં મહીકા ગેલેક્સી પેટ્રોલપંપની સામે રહેતા અને બેલાની ખાણ ખાતે ધંધો કરતા 54 વર્ષીય દિનેશભાઇ અમરશીભાઇ બાંભણીયાએ મહીકા ગામની સીમમાં જમીન વેચાણ રાખેલ હોય જે જમીન આરોપી નજરૂદીનને રાખવાની હોઇ જેનુ મનદુઃખ રાખી ગઈકાલે સવારના પોણા આઠેક વાગ્યાના અરસામાં આવી જરૂદીન ઉર્ફે નજો ગનીભાઇ બાદી (રહે.મહીકા તા.વાંકાનેર) તથા એક અજાણ્યો ઇસમે ફરીયાદીને ભુંડાબોલી ગાળો આપી ઢીકાપાટુનો માર મારી લાકડાના ધોકા વતી ડાબા હાથમાં ફેકચર જેવી ગંભીર ઇજા પહોંચાળી તેમજ જમણા હાથમાં કોણી પાસે તથા બંને પગમાં ઘુંટણ પાસે તથા શરીરે મુંઢ ઇજા પહોંચાળી જાનથી મારી નાખવાની ધમકી આપતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આરોપી નજરૂદીન ઉર્ફે નજો ગનીભાઇ બાદી અને એક અજાણ્યા ઇસમ વિરૂદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.