ટંકારામાં મારામારીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં છોકરાઓના રમવા બાબતે મારામારી થતા સમગ્ર મામલે સામસામી ફરિયાદ ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
પ્રથમ ફરિયાદ અનુસાર, ટંકારામાં તીલકનગર ખાતે રહેતા નવીનભાઇ હમીરભાઇ ગોહીલના પત્ની તથા તેના કૌટુંબીક કાકી જડીબેન છોકરાઓ રમવા બાબતે બોલાચાલી કરતા હોય તે બાબતે નવીનભાઈ સમજાવવા જતા તે વખતે દિનેશ સોમાભાઇ ગોહીલ તથા નરેશ ગોવિંદભાઇ ગોહીલે આવી જતા ફરિયાદી સાથે બોલાચાલી કરવા લાગતા ફરિયાદી તથા સાહેદે ગાળો આપવાની ના પાડતા નરેશે પોતાના ઘરમાંથી ધારીયુ લઇ આવી ધારીયાના ધોકકો સાહેદ કાનાને મારવા જતા ફરિયાદી વચ્ચે પડતા ફરિયાદીના માથાના ભાગે એક ધા મારી લોહીલુહાણ કરી તથા સાહેદ કાનાને માથાના ભાગે ધારીયાનો ધોક્કાનો એક ધા મારી માથામા ફુટ કરી તથા કાંન્તીભાઇ ઉર્ફે કાનો ગોવિંદભાઇ ગોહીલે સાહેદ રાણીબેનને ડાબા હાથમા લાકડીનો એક ધા મારી ડાબા હાથના અંગુંઠામા મુંઢ ઇજા કરી તથા ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
બીજી ફરિયાદ અનુસાર, ટંકારામાં તીલકનગર ખાતે રહેતા દિનેશભાઇ સોમાભાઇ ગોહીલ તેમના ભાભી રાણીબેનને છોકરાઓ બાબતે બોલાચાલી ન કરવાની હોય તેમ સમજાવવા જતા કાનો હમીરભાઇ ગોહીલે ફરિયાદીને લાકડાના ધોકકા વડે એક ધા વાસાના ભાગે મારી તથા સાહેદ સોમાભાઇને ડાબા હાથના કોણીના ભાગે એક ધા મારી મુંઢ લજા કરી તથા સાહેદ જડીબેનને ડાબા હાથના ખંભાના ભાગે તથા વાસામા તથા ડાબા પગમા લાકડીઓના ધા મારી મુંઢ ઇજાઓ કરી તથા નવીનભાઇ હમીરભાઇ ગોહીલ, નવધણ હમીરભાઇ ગોહીલ તથા કાનો હમીરભાઇ ગોહીલે ફરિયાદી તથા સાહેદોને ગાળો આપી તથા જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.