મોરબી બાયપાસ નજીક આવેલ સંપ છે ત્યાંથી મોરબી તાલુકાના આજુબાજુના ચાલીસ ગામડા ઓને પાણી પૂરું પાડવામાં આવે છે આ પાણી શુદ્ધ પાણી કરી ને ગામડાઓ સુધી પહોંચાડવા માટે કોન્ટ્રાક્ટ આપેલ છે છેલ્લા બે વર્ષથી આ કોન્ટ્રાક્ટરે પાણીનો ફિલ્ટર પ્લાન્ટમાં જે ફ્લોરિન નાખવામાં આવે એ ફ્લોરિન નાખીને પાણી ગામડા સુધી પહોંચાડવામાં આવતું નથી. તેથી મોરબી તાલુકાનાં ચાલીસ ગામડાના લોકોના આરોગ્ય સાથે ચેડાં શરૂ થતાં શ્રી કરણી સેના મેદાનમાં આવી છે.
મોરબી બાયપાસ નજીક આવેલ સંપ છે ત્યાંથી મોરબી તાલુકાના આજુબાજુના ચાલીસ ગામડા ઓને પાણી પૂરું પાડવામાં આવે છે આ પાણી શુદ્ધ પાણી કરી ને ગામડાઓ સુધી પહોંચાડવા માટે કોન્ટ્રાક્ટ આપેલ છે છેલ્લા બે વર્ષથી આ કોન્ટ્રાક્ટરે પાણીનો ફિલ્ટર પ્લાન્ટમાં જે ફ્લોરિન નાખવામાં આવે એ ફ્લોરિન નાખીને પાણી ગામડા સુધી પહોંચાડવામાં આવતું નથી. સાથે એ પાણીનો ફિલ્ટર પ્લાન્ટ પણ બંધ છે આ કાર્ય કરવા માટે જે 15 લોકોનો સ્ટાફ હોવા છતાં સ્ટાફ પણ રાખવામાં આવતો નથી. આ સ્થળે શ્રી રાજપુત કરણી સેના પહોંચતા ત્યાં જઈ જોયું તો માત્ર બે જ લોકોનો સ્ટાફ હાજરમાં હતો. અને પાણીના ફિલ્ટર પ્લાન્ટ પણ બંધ હતાં. તેથી જાત તપાસ કરતા 40 ગામના લોકોના આરોગ્ય સાથે ચેડાં થતાં નજરે પડતા શ્રી રાજપુત કરણી સેના મોરબી જિલ્લા પ્રમુખ મનોજસિંહ જાડેજા અને તાલુકા પ્રમુખ જયદેવસિંહની જાડેજા અને શહેર પ્રમુખ અશોકસિંહ ચુડાસમા ટીમના સદસ્યોએ કોન્ટ્રાક્ટર અને સ્ટાફને ખખડાવીને દસ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે .