Thursday, November 28, 2024
HomeGujaratમોરબીની પરણિતાએ સાસરીયાઓના ત્રાસથી કંટાળી મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

મોરબીની પરણિતાએ સાસરીયાઓના ત્રાસથી કંટાળી મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

મોરબીની 20 વર્ષીય મહિલાને ઘરકામ બાબતે તથા નાની નાની બાબતમા પતિ, સાસુ, સસરા અને નણંદ શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપી તેના પતિની પરણિતા વિરુધ્ધ ખોટી ચડામણી કરતા મહિલા પોલીસ સ્ટેશન ખાતે તમામ વિરુધ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના બોખાની વાડી નવલખી રોડ શ્રધ્ધા પાર્ક સામે રહેતા અને ઘરકામ કરતા પુજાબેન ઉર્ફે પુર્વીબેન પ્રકાશભાઇ પરમારને ઘરકામ બાબતે તથા નાની નાની બાબતમા પતિ,સાસુ,સસરા અને નણંદ શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપી ફરીયાદી વિરુધ્ધ ખોટી ચડામણી કરી ગુન્હામા એકબીજાની મદદગારી કરતા મહિલા પોલીસ સ્ટેશન ખાતે પતિ પ્રકાશભાઇ વસંતભાઇ પરમા૨, સાસુ હેમલતાબેન વસંતભાઇ પરમાર, સસરા વસંતભાઇ મોતીભાઇ પરમાર અને નણંદ સંગીતાબેન જયભાઇ વીડજા વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!