Wednesday, November 27, 2024
HomeGujaratમોરબીનાં જલારામ મંદિર ખાતે યોજાયો નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ : ૨૧૯ દર્દીઓએ લીધો લાભ

મોરબીનાં જલારામ મંદિર ખાતે યોજાયો નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ : ૨૧૯ દર્દીઓએ લીધો લાભ

મોરબીનાં જલારામ મંદિર ખાતે સ્વ.મનહરલાલ હરિલાલ રવાણી પરિવારના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો હતો. જેનો ૨૧૯ દર્દીઓએ લાભ લીધો હતો. ત્યારે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીના ૨૬ કેમ્પમાં કુલ ૮૩૦૪ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

સમગ્ર ગુજરાતની નં.૧ આંખની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ છે. જે અંતર્ગત ગઈકાલે તા.૪-૧૧-૨૦૨૩ ના શનીવારના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા ૨૧૯ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. તે ઉપરાંત ૮૧ લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા હતા. શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ, ડો.અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવી હતી. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવ્યુ હતુ. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામા આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર ખાતે ગત ૨૫ માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પનો કુલ ૮૦૮૫ લોકોએ લાભ લીધેલ હતો. તેમજ કુલ ૩૫૦૫ લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવામા આવ્યા હતા, ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પમા કુલ ૨૧૯ લોકોએ લાભ લીધો હતો. તેમજ ૮૧ લોકોના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!