મોરબીમાં 2020 ની સાલમાં સંતોષ ઉર્ફે સંજયને હારુન સાથે તકરાર થયેલ ત્યારબાદ હારુન તથા સંતોષ ઉર્ફે સંજય બંને રૂબરૂ મળતા હારુને ટ્રકમાંથી લોખંડનો સળિયો કાઢી માથાના ભાગે મારતાં સંતોષનું મૃત્યુ થયું હતું. જે મામલે મોરબી કોર્ટે દ્વારા આજરોજ આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં 2020ની સાલમાં સંતોષ ઉર્ફે સંજયને આરોપી હારુન સુભરાતિશા મહંમદ શાહ દીવાન સાથે ફોન ઉપર થયેલ ઝઘડાના કારણે બંને વચ્ચે બોલાચાલી તકરાર થતા આરોપીએ ટ્રક નંબર Gj – 01-BV 1472 વાળી માંથી લોખંડનો પાઇપ કાઢીને માથાના પાછળના ભાગે લોખંડના પાઇપના બે ઘા મારી ગંભીર ઈજા કરી મોત નિપજાવી ખૂન કરી આરોપી નાશી જતા તેના વિરુદ્ધ 2020 માં ગુનો દાખલ થયો હતો.. જેને લઇને આજરોજ સ્પેશિયલ જજ, એટ્રોસિટી કોર્ટ અને બીજા એડિશનલ સેશન્સ જજ વિરાટ એ બુદ્ધ સાહેબ મોરબી કોર્ટે દ્વારા 23 મૌખિક પુરાવા અને 31વસ્તાવેજી પુરાવાને ધ્યાનમાં રાખીને આરોપીને આજીવન કેદની સજા તથા 10,000 રૂપિયા દંડ કરવામાં આવ્યો છે. તેમજ દંડ ની રકમ ન ભરે તો વધુ એક વર્ષની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.