મોરબી જિલ્લામાં પ્રસરતી જતી જુગારની બદીને અટકાવવા મોરબી જિલ્લા પોલીસ દ્વારા એક બાદ એક રેઇડ કરી ઈસમોને પકડવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ દ્વારા બે સ્થળોએ રેઈડ કરી વર્લી ફીચરનો જુગાર રમાડતા ત્રણ ઈસમોને પકડી પાડવામાં આવ્યા હતા. જયારે એક ફરાર થયો હતો.
પ્રથમ દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે બાતમીનાં આધારે મોરબી લાતી પ્લૉટ શેરી નં.૮ પાસે રેઈડ કરી શબીરભાઈ જુસબભાઈ ચૌહાણ (રહે લાતી પ્લૉટ શેરી નં.૮ મોરબી) નામના શખ્સને જાહેરમાં વર્લી ફીચરના આકડા લખી નસીબ આધારીત જુગાર રમી રમાડતા પકડી પાડી તેની પાસેથી વર્લી ફીચરનુ સાહીત્ય તથા ભારતીય દરની ચલણી નોટો કુલ રોકડા રૂ.૨૫૦૦/-તથા રૂ.૧૦,૦૦૦/-ની કિંમતનો એક સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન મળી કુલ રૂ.૧૨,૫૦૦/-નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે મોરબી કાલીકા પ્લૉટ શીવ સોસાયટી પાસે રેઈડ કરી હતી. અને સીદીકભાઈ મુસાભાઈ ભટ્ટી (રહે શીવ સોસાયટી કાલીકા પ્લૉટ મોરબી)એ જમીલભાઈ રહીમભાઈ મોવર (રહે શીવ સોસાયટી કાલીકા પ્લૉટ મોરબી મુળ રહે મચ્છીપીઠ મીલ પ્લૉટ વાંકાનેર જી.મોરબી) પાસેથી વર્લીના આંકડાઓ લઈને જાવેદભાઈ નેકમામદભાઈ ભટ્ટી (રહે જોન્સનગર મોરબી) પાસે કપાત કરાવી જાહેરમાં વર્લીફીચરના નશીબ આધારિત આંકડા લખી જુગાર રમી રમતા પકડી પાડ્યા હતા અને સ્થળ પરથી દીકભાઈ મુસાભાઈ ભટ્ટી તથા જમીલભાઈ રહીમભાઈ મોવરને જુગાર સાહિત્ય તથા રોકડ રૂ.૧૩૦૦/ – ના મુદામાલ સાથે પકડી પાડ્યા હતા. જયારે જાવેદભાઈ નેકમામદભાઈ ભટ્ટી સ્થળ પર હાજર મળી ન આવતા તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.